ખબર

BSF દ્વારા શોધી કાઢવામાં આવ્યું નગરોટામાં ઘુસેલા આતંકવાદીઓનું એન્ટ્રી પોઇન્ટ, સરહદ ઉપર મળી સુરંગ

જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર રવિવારના રોજ બીએસએફ દ્વારા 150 મીટર લાંબી ભૂમિગત સુરંગની શોધ કરી લેવામાં આવી છે. એવો સંદેહ છે કે તેનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા ઘુસપૈઠ કરવા માટે કરવામાં આવતો હતો. પોલીસ મહાનિર્દેશક ડીજીપી દિલબાગ સિંહે આ જાણકારી આપી છે.

Image Source

તેમને જણાવ્યું કે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર નગરોટાની પાસેએ હાલમાં જ થયેલી અથડામણની તપાસ બાદ સુરંગની ખબર પડી છે. તેમેં પત્રકારોને જણાવ્યું કે: “પોલીસે અથડામણ સ્થળથી મળેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી બીએસએફ સાથે શેર કરી છે જેમાં ઘણા જ પ્રયાસો બાદ સુરંગની શોધ કરી લેવામાં આવી છે.”

Image Source

નગરોટા એન્કાઉન્ટરની અંદર 4 આતંકવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સુરંગને શોધવી એ એક મોટી ઉપલબ્ધી માનવામાં આવી રહી છે. આ સુરંગ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 160 મીટર દૂર છે.હાલમાં જ ખોદવામાં આવેલી આ સુરંગ જમીનથી 15-20 ફૂટ નીચે છે/ બીએસએફની 48મી બટાલિયન દ્વારા બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી)ની સાથે આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પાક બીઓપી ચક ભૂરાની પાસે તપાસ દરમિયાન આ સુરંગની ખબર પડી.

Image Source

જમ્મુ કાશ્મીર પોલીસના DGP દ્વારા જણાવવામાં આવ્યું છે કે સીમા પારથી સુરંગ મળ્યા બાદ પાકિસ્તાનનું ખોટું ફરી એકવાર સામે આવ્યું છે. આ હાલમાં જ ખોદવામાં આવેલી સુરંગ છે. કરાચી ફેક્ટરીની સેન્ડ બેગ મળી છે. આ એક બીજું સાબિતી છે કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘુસપેઠને પ્રાયોજિત કરી રહ્યું છે.