ખબર

BS4 વાહનો પર માર્કેટમાં આવી જોરદાર સ્કીમ, ગ્રાહકોને ફાયદો જ ફાયદો- જલ્દી વાંચો

દેશભરમાં ઘણા ઓટોમોબાઇલ ડીલરો આ સમયે વેચાય વગરના BS4 વાહનોની ઇવેન્ટ્રી માટે ચિંતામાં છે. જેમાંથી કેટલાક ડીલરશીપ ધારકોએ પોતાની વધેલી BS4 ગાડીઓને વેચવા માટે એક અલગ પ્રકારનો રસ્તો શોધી લીધો છે. પ્રી-હોન્ડ સેગમેન્ટમાં આ ગાડીઓને વેચવા માટે  નામો ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે.

Image Source

એક રિપોર્ટ પ્રમાણે દેશની ઘણી ડીલરશિપોએ આ પ્રકારના રજીસ્ટ્રેશન કર્યા છે અને હવે તે આ ગાડીઓને સેકેંડ હેન્ડ સેગમેન્ટમાં વેચવા ઉપર નજર રાખી રહ્યા છે. ઘણા ડીલરશિપના અધિકારીઓએ જણાવ્યું કે ખાસ કરીને દ્વિચક્રી વાહનો માટે આમ કરવામાં આવી રહ્યું છે. કારણે આ શ્રેણીની BS4 વાહનોનો સ્ટોક ગાડીઓ અને કોમર્શિયલ ગાડી કરતા ખુબ જ વધારે છે.

Image Source

સુપ્રીમ કોર્ટ દ્વારા બધા જ BS4 વહાણોના વેચાણ માટે 1 એપ્રિલ સુધીની સમય સીમા નક્કી કરી હતી. પરંતુ લોકડાઉનના કારણે માર્ચ મહિનામાં જ થોડી તેમને રાહત મળી હતી. લોકડાઉન પૂર્ણ થયા પછી ડીલરોને પોતાના BS4 વાહનોના સ્ટોકમાંથી 10 ટકા વેચાણની પણ છૂટ આપી. પરંતુ ઘણા ડીલરો આવી અનિશ્ચિતતાના ભરોસે બેસી શકે એમ નથી જેના માટે તેમને આ રીતે ફર્જી નામ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય કર્યો છે.

Image Source

આમ કરવાના કારણે બજારમાં BS4 વાહનોની કિંમતમાં ભારે ઘટાડો આવી શકે છે. જેમાં ફરીએકવાર રોડટેક્સ ભરવો પડશે અને કેટલાક રાજ્યોની ટ્રાન્સફર ફીસ પણ જોડાયેલી હશે, આ ખર્ચો ડીલરોનો ભાર વધારશે, પરંતુ ગ્રાહકોને મોટો ફાયદો થવાની સંભાવના છે.  વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણને રોકવા માટે BS6 વાળા એન્જીન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image Source

પ્રીમિયમ ક્રુઝર બાઈક બનાવનારી અમેરિકી કંપની ઇન્ડિયન મોટર સાયકલ દ્વારા પણ પોતાની બાઇકમાં મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આ કંપની પોતાના અલગ અલગ સેગેમનતની બાઇકમાં 3.57 લાખથી લઈને 6.71 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવા જઈ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.