અજબગજબ

મહેલમાં જડવામાં આવ્યું છે સોનુ, 7000 લક્ઝુરિયસ કાર, આવી છે બ્રુનેઇના સુલતાનની લકઝરી લાઈફ

સોનાના લક્ઝુરિયસ બોઇંગની તસવીરો જોઈને ચકિત થઇ જશો, જુઓ

ભારત સમેત દુનિયાભરના ઘણા દેશોની અંદર આજે રાજાશાહી ખતમ થઇ ચુકી છે. પરંતુ હજુ પણ ઘણા દેશ એવા છે જ્યાં રાજાનું સાશન ચલે છે. બ્રુનેઇ એક એવો દેશ છે જ્યાં આજે સુલતાનનું સાશન ચાલે છે. જેનું નામ છે હસનલ બોલકિયા. બ્રુનેઇ દેશ ઇન્ડોનેશિયાની પાસે સ્થિત છે.

બ્રુનેઇના સુલતાનની ગણતરી દુનિયાના સૌથી અમીર સુલાતોનામાં કરવામાં આવે છે જે વર્ષ 1980 સુધી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ માનવામાં આવતા હતા. બિઝનેસ ઇન્સાઇડરના એક  રિપોર્ટ પ્રમાણે હસનલ બોલકિયાની સંપત્તિ 14,700 કરોડ રૂપિયાથી પણ વધારે છે અને તેમની કમાણીનો સૌથી મોટો રસ્તો તેલનો ભંડાર અને પ્રાકૃતિક ગેસ છે.

રિપોર્ટ પ્રમાણે હસનલ બોલકિયા જે મહેલની અંદર રહે છે તેમાં સોનુ જડેલું છે. ઇસ્તાના નુરુલ ઈમાન પેલેસ નામનો મહેલ વર્ષ 1984માં બનાવવામાં આવ્યો હતો અને આ 20 લાખ વર્ગ ફૂટના મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. આ મહેલનો ગુંબદ 22 કેરેટ સોનાથી જડેલો છે.

હસનલ બોલકિયાના આ મહેલની કિંમત 2550 કરોડ રૂપિયાથી પણ વધારે છે. મહેલની અંદર 1700થી પણ વધારે ઓરડાઓ છે. જયારે 257 બાથરૂમ અને 5 સ્વિમિંગ પુલ છે. મહેલમાં ગાડીઓ રાખવા માટે 110 ગેરેજ ઉપરાંત 200 ઘોડાઓ માટે વાતાનુકુલિત અસ્તબલ છે.

સુલતાન હસનલ બોલકિયા પાસે 7000 લકઝરી ગાડીઓ છે. જેની કિંમત લગભગ 34 અરબ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સુલતાનના કાર કલેક્શનની અંદર 600 રોલ્સરોય અને 300 ફેરારી ગાડીઓ સામેલ છે.

બોર્નરીચ.કોમના રિપોર્ટ પ્રમાણે હસનલ બોલકિયા પાસે લગ્જરી સુવિધાઓથી સભર ઘણા પ્રાઇવેટ જેટ પણ છે. તેમની પાસે બોઇંગ 747-400, બોઇંગ 767-200 ને એરબસ એ340-200 જેટ છે. રિપોર્ટ અનુસાર બોઈંગ 747-400 જેટની અંદર સોનુ પણ જડવામાં આવ્યું છે અને તેમાં લિવિંગ રૂમથી લઈને બેડરૂમ અને બીજી ઘણી સુવિધાઓ છે.