‘આઇ હેટ લવ સ્ટોરી’ અને ‘ગ્રેન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ બ્રુના અબ્દુલ્લા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ બ્રુનાએ બાળકીને જન્મ આપ્યો હતો.
જેની તસ્વીર તેને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. બ્રુના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. બ્રુના તેની અને તેની દીકરીની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. બ્રુનાએ હાલમાં જ પતિ અને દીકરી સાથેની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેના બ્રુના બિકીની લુકમાં પાંચ મહિનાની દીકરી અને પતિ સાથે સમુદ્ર કિનારે આનંદ માણતી નજરે ચડે છે.
બ્રુના શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, પતિ અને દીકરી સાથે સમુદ્રની લહેરોનો આનંદ લઇ રહી છે. તો અન્ય એક તસ્વીરમાં બ્રુના દીકરીને પ્રેમ કરતી નજરે ચડે છે. બ્રુના અબ્દુલ્લાએ સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, અમારું પરફેક્ટ ફેમિલી.
બ્રુના અબ્દુલ્લાએ લગભગ 5 મહીના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો. આમ છતાં પણ તેની અસર તેના બોડી પર બિલકુલ નથી પડી. બ્રુના હજુ પણ ફિટ નજરે આવી રહી છે. બ્રુનાએ થોડા સમય પહેલા દીકરીએ જન્મને લઈને ખુલાસો કર્યો હતો કે, તેને તેના બાળકને ગરમ પાણીની અંદર જન્મ આપ્યો હતો. જે તે શરૂઆતથી જ ઇચ્છતી હતી.
બાળકના જન્મ દરમિયાન બ્રુના ઇચ્છતી હતી કે, તેના બાળકને કોઈ પણ દવાની જરૂર ના રહે. તેથી તે નિયમીત કસરત અને ખાવા-પીવાનું વિશેષ ધ્યાન રાખતી હતી. બ્રુના જેવી રીતે ઇચ્છતી હતી તે રીતે જ બાળકનો જન્મ થયો હતો.
જન્મ બાદ માતા અને બાળક બંને સ્વસ્થ અને ઠીક હતા. બંનેએ વધુ તકલીફનો સામનો કરવો પડ્યો ના હતો. બ્રુનાએ તેની દીકરી અને પતિ સાથે ઘણી ખુશ છે. તે તેની સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.