ફિલ્મી દુનિયા

બીગ બ્રેકિંગ ન્યુઝ: આખરે થઇ જ ગઈ ધરપકડ, સુશાંતના ચાહકોને થયો હાશકારો- જાણો વિગત

સુશાંત સિંહ રાજપૂત મામલે આખરે મોટી કાર્યવાહી કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી છે. આ ધરપકડ સુશાંતના મોતના લગભગ 3 મહિના બાદ કરી છે. આ કાર્યવાહી બાદ સુશાંતના પરિવારને થોડી રાહત મળી છે. શૌવિક અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ બાદ સુશાંતના પરિવારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

સુશાંતના પિતાઆ પટનામાં રિયા ચક્રવતી અને  તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સુશાંતનો પરિવાર લગાતાર ન્યાયની માંગ કરી રહ્યો હતો. શુક્રવારે જયારે રિયાના પરિવારમાંથી પહેલી ધરપકડ કરવામાં આવી ત્યારે સુશાંતના પરિવારે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એનસીબી સામે શૌવિક ચક્રવર્તીએ સ્વીકાર્યું હતું  કે,  તે રિયા ચક્રવર્તી માટે ડ્રગ્સ લાવતો હતો. શૌવિકના  કૈઝાન, બાસિત પરિહાર અને ઝૈદ સાથે  સંપર્ક હતા. શૌવિક અને બાસિતની મુલાકાત ફૂટબોલ ક્લબમાં થઇ હતી. બાસિતે શૌવિકની મુલાકાત સોહેલ સાથે કરાવી હતી. જે તેને ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો. એનસીબીએ મુંબઈની એક અદાલતમાં જણાવ્યું હતું કે, સુશાંતના મોત મામલે ડ્રગ્સ કનેકશનમાં ધરપકડ કરી હતી. બાસિતે કહ્યું હતું કે, શૌવિક ચક્રવર્તીના કહેવા પર ડ્રગ્સ ખરીદ્યું હતું.

શૌવિક અને સૈમુઅલ મિરાંડાને એનસીબી દ્વારા સેક્શન 20 (બી), 28, 29, 27 (એ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મીરાંડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતો હતો. સૈમુઅલએ શૌવિકને ઝૈદનો નંબર આપ્યો હતો. જૈદએ પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે, સુશાંતના મૃત્યુ પછી જુલાઇના અંતમાં તેણે મિરાન્ડાને ડ્રગ્સ પણ સપ્લાય કર્યો હતો. ઝૈદે એમ પણ કહ્યું છે કે આ માટે તેને શૌવિકએ રોકડા પૈસા આપ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.