ભારતીય ક્રિકેટ ટીમના 5 એવા સ્ટાર ક્રિકેટર, જેમના ભાઈ વિશે તમને પણ નહિ ખબર હોય

મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે કોઈપણ સેલેબ્રીટી સાથે તેમનો પરિવાર પણ લાઇમ લાઇટમાં છવાઈ જતો હોય છે. તેમના સાગા સંબંધીઓ વિશે પણ તે સ્લેબ્સના ચાહકો જાણવા લાગે છે. પરંતુ આજે અમે તમને ભારતીય ક્રિકેટ ટીમના એવા 5 સ્ટાર ખેલાડીઓના ભાઈઓ વિશે જણાવીશું જેના વિશે તમને પણ ખબર નહીં હોય.

1. મહેન્દ્ર સિંહ ધોની-નરેન્દ્ર સિંહ ધોની
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેના પરિવાર વિશે તો મોટાભાગના લોકો ઘણી બધી બાબતો જાણે છે પરંતુ તેના ભાઈ નરેન્દ્ર સિંહ ધોની વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. ધોનીની બાયોપીકની અંદર પણ નરેન્દ્ર સિંહનો ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો તેની પાછળનું કારણ છે કે તે પરિવારથી અલગ રહે છે. મહેન્દ્ર સિંહ ધોની કરતા તેનો ભાઈ નરેન્દ્ર 10 વર્ષ મોટો છે અને તે રાંચીમાં રાજકારણ સાથે સંકળાયેલા છે.

2. વિરાટ કોહલી- વિકાસ કોહલી:
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીના ભાઈ વિશે ચાહકોને ત્યારે ખબર પડી જયારે વિરાટના ઘરે દીકરી આવ્યા બાદ તેના ભાઈએ એક શોર્ટ વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વિરાટના ભાઈનું નામ વિકાસ કોહલી છે. વિકાસને પણ ક્રિકેટર બનવું હતું પરંતુ તેનામાં એ ક્ષમતા હતી નહીં, હાલમાં તે પોતાના ભાઈ વિરાટનો બિઝનેસ સંભાળે છે.

3. યુવરાજ સિંહ-જોરાવર સિંહ:
ભારતીય ટીમના સ્ટાર ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહના નાના ભાઈ જોરાવર સિંહને ઘણા જ ઓછા લોકો ઓળખે છે. જોરાવર સિંહ અભિનય ક્ષેત્રમાં કેરિયર બનાવવા મથામણ કરી રહ્યો છે. તે ત્યારે ખુબ જ ચર્ચામાં આવ્યો હતો જયારે તે તેની પત્નીથી અલગ થયો હતો. તેની પત્ની આકાંક્ષા ગુડગાંવ બિગબોસમાં પણ નજર આવી હતી.

4. સૌરવ ગાંગુલી-સ્નેહાશીષ ગાંગુલી:
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને હાલના બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટાભાઈનું નામ સ્નેહાશીષ ગાંગુલી છે. તેમને પણ ઘરેલુ ક્રિકેટ રમી છે, તેમને 10 વર્ષ સુધી બંગાળ માટે ક્રિકેટ રમી છે હાલ તે બંગાળ ક્રિકેટ સંઘના સચિવ છે.

5. રોહિત શર્મા- વિશાલ શર્મા:
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન હિટમેન રોહિત શર્માનો પણ એક નાનો ભાઈ છે તે દેખાવમાં પણ રોહિત જેવો જ દેખાય છે તેનું નામ વિશાલ શર્મા છે અને તે ઇન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર છે.

Niraj Patel