વાહ મામા હોય તો આવા… 4 મામાઓએ ભેગા મળીને બહેનના ઘરે કર્યું મોમેરુ, આપ્યા 51 લાખ અને 25 તોલા સોનુ, જુઓ તસવીરો

ભાણીઓના લગ્નમાં 25 તોલા સોનું, એક કિલો ચાંદી, 51 લાખ 11 હજાર રૂપિયા રોકડા અને નોટોની ચુનરી લઈને મામેરું ભરવા પહોંચ્યા મામા, લગ્નમાં આવેલા લોકોના પણ હોશ ઉડ્યા, જુઓ

લગ્ન એક ખુબ જ ખુશીનો પ્રસંગ છે, જેમાં આખો પરિવાર અને સાગા સંબંધીઓ ઉત્સાહથી ભાગ લેતા હોય છે, તમે ઘણા એવા લગ્ન પણ જોયા હશે જેમાં સગા સંબંધીઓ દ્વારા મોંઘીદાટ ભેટ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે હાલ એવા જ એક લગ્ન ચર્ચામાં આવ્યા છે, જેમાં ચાર મામાઓએ ભેગા મળીને બહેનના ઘરે મોમેરા દરમિયાન પોતાની તિજોરીઓ ખોલી નાખી.

ગુજરાતની જેમ રાજસ્થાનના લગ્નોમાં આજે પણ જૂની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. અહીં લોકો જૂની પરંપરાઓને આગળ વધારવા માટે દરેક ધાર્મિક વિધિમાં સક્રિયપણે ભાગ લે છે. તેનું તાજેતરનું ઉદાહરણ નાગૌરમાં જોવા મળ્યું. જ્યાં લગ્નમાં 4 મામાએ તેમની ભાણીઓને આવી ભેટ આપી, જે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હકીકતમાં અહીં લગ્નોમાં એક પરંપરાનું પાલન કરવામાં આવે છે જેને મામેરું કહેવામાં આવે છે. આ પરંપરામાં બહેનના સંતાનોના લગ્નમાં મામા તરફથી વિશેષ ભેટ આપવામાં આવે છે. લગ્નમાં મામા વતી છાબ ભરવાની પરંપરા છે. જ્યાં મામાની બાજુના લોકો તેમની બહેનના પરિવારને કપડાં, ઘરેણાં, પૈસા અને ઘણી મોંઘી ભેટ આપે છે. રાજસ્થાનમાં આ વિધિ ખૂબ જ લોકપ્રિય છે.

ત્યારે આ પરંપરાને નિભાવતા આ ખેડૂત ભાઈઓએ તેમની બે ભાણીઓના લગ્નમાં 25 તોલા સોનું, લગભગ એક કિલો ચાંદી, 51 લાખ 11 હજાર રૂપિયા અને નોટોની ચુનરી આપી હતી. જેને મેળવીને બહેન ખૂબ જ ભાવુક થઈ ગયા. ત્યારે સમગ્ર જિલ્લામાં આ મામેરાની ચર્ચા થઈ રહી છે. ખાસ વાત એ છે કે લાડનુન શહેરમાં ભરેલા આ મામેરા માટે ખેડૂત પરિવાર 30 વર્ષથી પૈસા એકઠા કરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ લાડનુન નિવાસી સીતા દેવી રાજોદ નિવાસી સુખદેવ, મગનરામ, જગદીશ, જેનારામ, સહદેવ રેવારની એકમાત્ર બહેન છે. જેની બે દીકરીઓ પ્રિયંકા અને સ્વાતિના મંગળવારે લગ્ન હતા. જે માટે બપોરે મામેરાનો કાર્યક્રમ હતો. એટલા માટે મામાઓ લાડનુન પહોંચ્યા અને છાબ ભરી.

મામેરું ભર્યા બાદ પૈસાની ગણતરી કરવામાં આવી ત્યારે રકમ 51 લાખ 11 હજાર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સોનાના ઘરેણા 25 તોલા અને ચાંદીના ઘરેણા એક કિલો જેટલા હતા. ત્યાં હાજર તમામ લોકો આ છાબ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મામેરું ભરવા આવેલા ભાઈઓએ જણાવ્યું કે તેમનો વ્યવસાય ખેતી છે. તેમને તેમના પિતા પાસેથી મળેલી 200 વીઘા જમીન જ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે. પાંચ ભાઈઓમાં સીતા એકમાત્ર બહેન છે. જેને નાની ઉંમરમાં પિતાના અવસાન બાદ તમામ ભાઈઓએ પ્રેમથી ઉછેરી હતી. આ લગ્ન ગયા વર્ષે એપ્રિલ 2022માં થયા હતા.

Niraj Patel