ખબર

સુરત: ભાઈ-બહેનના અનૈતિક સંબંધોની હકીકત રૂંવાટા ઉભા કરશે, ઠંડીમાં ધાબા પર …

હાલમાં બેટી બચાવો-બેટી ભણાવોના નારા લાગી રહ્યા છે. પરંતુ દીકરીની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આ એક દુઃખદ વાત છે. તો આજે પણ સરકાર દ્વારા બેટી બચાવોમાંના નિયમો કડક બનાવતા છતાં લોકો આ નિયમનો ઉલાળ્યો કરે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જે આપણા સમાજ માટે શરમજનક કહેવાય.

થોડા દિવસ પહેલા પનાસ ગામમાંથી કચરાપેટીમાંથી પતંગની દોરી લપેટાયેલી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આજુબાજુમાં રહેતી મહિલાઓની તપાસ હાથ ધરી હતી. જેમાં આ ફૂલ જેવી બાળકીને એક 18 વર્ષની યુવતીએ જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જયારે આ યુવતીની તપાસ હાથ ધરી ત્યારે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

યુવતીએ જણાવ્યું હતુંકે, તેના નાના ભાઈએ શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થતા આ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે સગીર ભાઈઓ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બાળકીની કબૂલાત બાદ પોલીસ પણ આશ્ચ્ર્યચકિત થઇ ગઈ હતી.

ગત શુક્રવારે બાળકીને પ્રસુતિની પીડા ઉપડતા કોઈને પણ જાણ કર્યા વગર ટેરેસ પર જતી રહી હતી. બાળકીને જન્મ આપ્યા બાદ બાળકીને ગર્ભનાળ કાપવાને બદલે તોડી નાખી હતી. બાળકીનો અવાજ કોઈને સંભળાઈ નહીં તે માટે હાથથી મોઢું દબાવીને ચૂપ કરાવી દીધી હતી.

હાલ પોલીસ બાળકીના ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીની તબિયત ખરાબ હોય 108ના સ્ટાફે હેલોઝનથી બાળકીનો જીવ બચાવવાંનો પ્રયાસ કર્યો હતો. બાળકીને હ્ર્દયની તકલીફ હોય વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફેંકી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં માનસિક બિમાર માતા અને 17 વર્ષના ભાઈ સાથે રહેતી 18 વર્ષીય યુવતીએ માસુમને ત્યજી દીધું હતું. બાળકી મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે, જો બાળકીને પ[પરિવાર સ્વીકારવાની ના પડે તો બાલગૃહમાં મોકલી આપવામાં આવશે.

એક તરફ નિર્ભયાના ગુનેગારોને ફાંસીને ઘડીઓ ગણાય રહી છે. તુરે ગુજરાતમાં બનેલી આ લાલબત્તી સમાન આ ઘટના ખરેખર કલંક સમાન છે. ઉમરા પોલીસે નવજાત માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર માતાની ફરિયાદ નોંધી સગી બહેન સાથે જઘન્ય કૃત્ય આચરનાર સગા ભાઇ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરકાર દ્વારા આ બાબતે શું પગલાં લેવા જોઈએ તમારો અભિપ્રાય અચૂક કોમેન્ટમાં જણાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.