અરે બાપ રે… એક લગ્ન આવા પણ, ભાઈ બહેન હોવા છતાં પણ હવે બંધાયા લગ્નના બંધનમાં, બની ગયા એક બીજાના પતિ પત્ની, જાણો સમગ્ર મામલો

સુરતની એક ફેકટરીમાં યુવક અને યુવતી વચ્ચે પાંગર્યો પ્રેમ, પ્રેમીના લગ્નની ખબર મળતા જ પ્રેમિકા પહોંચી પ્રેમીના ઘરે, નીકળ્યા બંને ભાઈ બહેન અને પછી…

દેશભરમાં લગ્નની સીઝન હોય ઘણા બધા એવા એવા લગ્નના કિસ્સા સામે આવે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોમાં અવનવા લગ્નના કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણા એવા વિચિત્ર લગ્ન પણ જોવા મળે છે જેને જોઈને આપણે પણ વિશ્વાસ કરવો ભારે પડી જાય, ત્યારે હાલ એવા જ એક લગ્ન ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે.

બિહારના જમુઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમિના અન્ય યુવતી સાથે લગ્નના સમાચાર મળતા જ ઝારખંડની પ્રેમિકા પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પર અટકી. પ્રેમિકાએ પ્રેમી પર સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઘણા વર્ષોથી ચાલી રહેલ પ્રેમ પ્રકરણનો મામલો છોકરાના પરિવારજનોની સામે જ ફાટી નીકળ્યો હતો.

ત્યારે આવી સ્થિતિમાં પોલીસની હાજરીમાં ગ્રામજનોએ પ્રેમિકાના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. બીજી તરફ પ્રેમીના પરિવારજનોએ તેના પર બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવ્યો છે. લગ્ન થતાંની સાથે જ સ્થળ પર પરિસ્થિતિ જટિલ બની હતી, જ્યારે ગામલોકોને ખબર પડી કે પ્રેમી અને પ્રેમિકા બંને સંબંધમાં ભાઈ-બહેન છે.

(પ્રતીકાત્મક તસવીર)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમુઈના ઔરૈયા ગામના રહેવાસી નિરંજન દાસના ઝારખંડના ભેલવાઘાટી, ગિરિડીહની રહેવાસી મમતા કુમારી સાથે ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હતો. સંબંધોમાં બંને એકબીજાના ભાઈ-બહેન થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરતની એક ફેક્ટરીમાં કામ કરતી વખતે છોકરા અને છોકરી વચ્ચે પ્રેમ થયો હતો. છોકરાએ કહ્યું કે છોકરીને તેના બોયફ્રેન્ડ સાથે અણબનાવ હતો, જે પછી અમે બંને નજીક આવ્યા.

(પ્રતીકાત્મક તસવીર)

સાથે જ લગ્ન કર્યા બાદ પ્રેમીએ જણાવ્યું કે સુરતમાં નોકરી કરતી વખતે યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેરા બાદ બંને પ્રેમી-પ્રેમીકાએ પોલીસને આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં પ્રેમી અને પ્રેમિકાએ પોતાની મરજીથી લગ્ન કરવાની વાત કરી છે. બીજી તરફ પ્રેમીના સંબંધીઓએ બળજબરીથી લગ્ન અને પ્રેમિકાને જાળમાં ફસાવી દેવાનો આરોપ લગાવ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલામાં પોલીસ અધિકારી ડીએસપી અભિષેક સિંહના જણાવ્યા અનુસાર, છોકરાના પરિવારજનોએ તેના પર બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પ્રેમી યુગલે પોતાની મરજીથી લગ્ન કરવાની વાત કરી છે. બંનેની મુલાકાત સુરતમાં થઈ હતી. આ સાથે જ બંને વચ્ચે પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. તપાસમાં દોષિત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel