બંધ રૂમની અંદર ઇન્ટરનેટ જોઈને ભાઈ બહેન કરતા હતા એવું ગંદુ કામ કે જીજાજીને જાણ થતા પગ નીચેથી જમીન સરકી ગઈ

આજે સોશિયલ મીડિયા દ્વારા માણસ ઘરમાં બેઠા બેઠા ઘણું બધું કરી શકે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા દ્વારા એક ભાઈ બહેન રૂમમાં બેસીને એવું કામ કરતા હતા જે જાણીને કોઈના પણ હોશ ઉડી જાય.

પુણેના આ ભાઈ બહેન સુનિતા રાય અને પ્રદીપ રાય યુટ્યુબ ઉપર નકલી નોટ બનાવવાનું શીખી રહ્યા હતા. જેમને પીંપરી પોલીસે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારી ઉત્તમ તાંગડેએ જણાવ્યું કે આ બંને અસલી નોટોની સાથે એક બે નકલી નોટ મિલાવીને બજારમાં વેચી દેતા હતા. તેમનું ટાર્ગેટ મોટાભાગે વૃદ્ધ લોકો અને ગામના લોકો રહેતા હતા. પોલીસને હજુ પણ શંકા છે કે તેમની સાથે બીજા પણ કેટલાક લોકો મળેલા હોઈ શકે છે.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જયારે સુનિતા શાક ખરીદવા માટે માર્કેટમાં ગઈ હતી. તેને શાકવાળાને અસલી નોટની સાથે એક નકલી નોટ પણ આપી દીધી પરંતુ શાકવાળાને શંકા જતા તેને પૂછ્યું તો તે ત્યાંથી ભાગી ગઈ અને શાકવાળાએ ક્રાઇમબ્રાન્ચને જાણ કરતા આ ઘટનાનો ખુલાસો થયો હતો.

પોલીસ દ્વારા સુનીતાના ઘરે જ તેને પકડી લેવામાં આવી તેના ઘરેથી બે કલર પ્રિન્ટર અને લાખોના નકલી નોટ મળી આવ્યા હતા. સુનીતાના પતિને પણ આ વાતની જાણ નહોતી. તે પોતે પણ હેરાન રહી ગયા હતા. સુનિતાના પતિએ જણાવ્યું કે તે અને તેનો ભાઈ કલાકો સુધી રૂમની અંદર બંધ રહેતા હતા.

Niraj Patel