આજના આધુનિક સમયમાં શહેરોની સાથે સાથે ગામડાના લોકો પણ ઇન્ટરનેટ વાપરતા થઇ ગયા છે. ઇન્ટરનેટે ઘણા કામ ખુબ સરળ અને ઝડપી બનાવી દીધા છે. ઇન્ટરનેટ દ્વારા ઘણું બધું સરળતાથી ઘરે બેઠા જ શીખી શકાય છે બસ તમારા વિચારો સકારાત્મક હોવા જોઈએ.

પણ ઘણીવાર આ જ ઇન્ટરનેટનો લોકો દુરુપીયોગ કરી બેસે છે અને ખોટા રસ્તા પર ચાલી નીકળે છે. તેનું પરિણામ ખુબ ગંભીર આવે છે અને ઘણીવાર આવા મામલામાં જેલની સજા પણ થઇ શકે છે. આવું જ કંઈક પુણેના રહેનારા ભાઈ બહેન સાથે થયું છે. જેને કંઈક એવી લાલચ જાગીએ તેઓ બંધ રૂમમાં યુટયુબ વિડીયો જોઈને એવું કંઈક શીખ્યું કે તેઓની ધરપકડ કરવામાં આવી.

રિપોર્ટના આધારે બંન્ને ભાઈ-બહેન સુનીતા રાય(22 વર્ષ) અને પ્રદીપ રાય(18 વર્ષ) એ યૂટ્યૂબ વિડીયો દ્વારા નકલી નોટ છાપવાનું કામ શીખ્યું હતું, અને જોત જોતામાં તેઓ પુણેના ઉત્તમનગર સ્થિત પોતાના ઘરે બંધ રૂમમાં નકલી નોટ છાપવાનું કામ પણ શરૂ કરી દીધું હતું.

પોલ તો બંન્નેની ત્યારે ખુલી જ્યારે બંન્ને ભાઈ-બહેન શાકભાજી બજારમાં શાકભાજી ખરીદવા માટે ગયા અને ત્યાં તેમણે અસલી નોટની વચ્ચે નકલી નોટ રાખીને આપી હતી. જેના પર દુકાનદારને શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી દીધી. જેના પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે,”બંન્ને ભાઈ-બહેન મળીને યુટ્યૂબની મદદ દ્વારા નકલી નોટ છાપતા હતા. શાકભાજીવાળાને શંકા જતા બંન્નેની પોલ ખુલી હતી. શાકભાજીવાળાના પૂછવા પર પહેલા તો સરિતા ખુબ ગભરાઈ ગઈ અને અને બેભાન થવાનું નાટક કરીને ત્યાથી ભાગી નીકળી અને તેના ભાઈને ત્યાં હાજર લોકોએ પકડી રાખ્યો અને પોલીસના હવાલે કરી દીધો. જો કે તેના પછી સરિતાની પણ ધરપકડ કરી લેવામાં આવી”.

ધરપકડ થતા જ બંન્નેએ પોતાનો ગુનો પણ કબુલ કરી લીધો હતો. પોલીસે ભાઈ-બહેનના ઘરેથી બે કલર પ્રિન્ટર અને 50, 200, 500 અને 2000 ની નોટ એમ લાખો નકલી નોટો જપ્ત કરી હતી. બંનેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 489B અને 34 ના આધારે મામલો દર્જ કરવામાં આવ્યો છે.

સુનીતા એક દીકરીની માં છે અને તેના પતિ ગણેશ પણ આ જાણીને હેરાન છે. ગણેશે પોલીસને જણાવ્યું કે,’સરિતા મારી સાથે જ રહેતી હતી પણ તે ઘણીવાર ભાઈના ઘરે જતી હતી અને કલાકો સુધી બંધ રૂમમાં રહેતી હતી, પણ મેં તેને ક્યારેય કંઈ પૂછ્યું ન હતું. મને વિશ્વાસ નથી આવી રહ્યો કે સુનીતા આવું પણ કરી શકે છે!” હાલ પોલીસ મામલાની આગળ જાંચ કરી રહી છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.