બહેન સુષ્મિતા સેનના લલિત મોદી સાથેના સંબંધો વિશે સાંભળીને ભાઈ રાજીવ સેનને લાગ્યો મોટો આઘાત, કહી દીધી આ મોટી વાત, જુઓ

લલિત મોદી સાથે બહેન સુષ્મિતાનું અફેર, સાંભળીને ભાઈ રાજીવને લાગ્યો ઝાટકો, કહ્યું- “અત્યાર સુધી મારી બહેને…”

સોશિયલ મીડિયાથી લઈએં સમાચાર પત્રોમાં હાલ એક જ વાતની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે અને તે છે IPLના સ્થાપક લલિત મોદીએ અભિનેત્રી સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યાં છે તેની કરેલી જાહેરાત. આ જાહેરાતના થોડા કલાકો બાદ અભિનેત્રીના ભાઈ રાજીવ સેનનું નિવેદન સામે આવ્યું છે. જે ખરેખર ખુબ જ ચોંકાવનારું છે.

સુસ્મિતાનાં ભાઈએ કહ્યું, “આ સાંભળીને હું પોતે પણ આશ્ચર્યચકિત છું.” તમને જણાવી દઈએ કે ગુરુવારે લલિતે જાહેરાત કરતી વખતે પોતાની અને સુષ્મિતા સેનની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. પરંતુ સુષ્મિતાએ આ જાહેરાત પર ન તો કોઈ ટિપ્પણી કરી છે કે ન તો કોઈ સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો છે. ત્યારથી તેમના સંબંધો પર સવાલો ઉઠી રહ્યા છે.

લલિત મોદીની જાહેરાત બાદ એક મીડિયા હાઉસે સુષ્મિતા સેનના ભાઈ અને ટીવી એક્ટર રાજીવ સેનનો સંપર્ક કર્યો. રાજીવ સેને કહ્યું, “મને સુખદ આશ્ચર્ય થયું છે. હું કંઈપણ બોલતા પહેલા મારી બહેન સાથે વાત કરવા માંગુ છું. મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી. મારી બહેને હજી સુધી તેના તરફથી સમાચારની પુષ્ટિ કરી નથી, તેથી, હું અત્યારે તેના પર ટિપ્પણી કરી શકતો નથી.”

જણાવી દઈએ કે અભિનેતા રણવીર સિંહે લલિત મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ લલિત મોદીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના ટિપ્પણી વિભાગમાં રેડ હાર્ટ ઇમોજી અને દુષ્ટ ઇમોજી પોસ્ટ કર્યા. આ સિવાય હરભજન સિંહે રિએક્ટ કરતા હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

તેમના સંબંધોની જાહેરાતના થોડા સમય પછી લલિત મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી અને બાયો બંને બદલ્યા છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ડીપી તરીકે સુષ્મિતા સેન સાથેની તસવીર પોસ્ટ કરી છે. જ્યારે બાયોમાં લખ્યું હતું, ‘ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્થાપક. આખરે પોતાના પાર્ટનર ઈન ક્રાઇમની સાથે એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. માય લવ સુસ્મિતા સેન.”

Niraj Patel