ભાઈની જીતની ખુશી જોઈને રડી પડ્યો કૃણાલ પંડ્યા, મેચ બાદ હાર્દિકની ફોન ઉપર થઇ હતી વાત, જુઓ

ભાઈ હોય તો કૃણાલ પંડ્યા જેવો, IPL જીત્યા બાદ હાર્દિક સાથે થઇ ફોન ઉપર વાત તો, રડવા લાગ્યા ભાઈ ભાભી, હાર્દિકે ભાઈ અને પરિવાર વિશે જે કહ્યું તે સાંભળીને ભાવુક થઇ જશો

ગુજરાત ટાઇટન્સે રવિવારે રાત્રે IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને તેમની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ ટીમના કેપ્ટન સહિત તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. હાર્દિક પંડ્યા IPLમાં પહેલીવાર કેપ્ટન્શીપ કરતો દેખાયો અને આ દરમિયાન તેણે પોતાની છાપ છોડી.

કેપ્ટને સમગ્ર સિઝનમાં તેના ઓલરાઉન્ડર પ્રદર્શનથી પ્રભુત્વ જમાવ્યું હતું. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો, જેના કારણે તે ભારતીય ટીમમાંથી પણ બહાર હતો. પરંતુ IPLની આ સિઝન દ્વારા તે ટીમમાં પરત ફર્યો છે. હાર્દિકે મેચ બાદ કહ્યું હતું કે તેનો પરિવાર તેની તાકાત છે અને તે તેના પરિવારના સમર્થનને કારણે જ વાપસી કરી શક્યો છે.

ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે “નતાશા ખૂબ જ ભાવુક છે અને મને સારું કરતા જોઈને ખૂબ આનંદ થાય છે. તેણે મારી કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને તે જાણે છે કે મેં કેટલી મહેનત કરી છે. મારો પરિવાર મારી તાકાત છે. “મારો ભાઈ કૃણાલ, ભાભી પંખુરી, બીજો ભાઈ વૈભવ. આ બધાએ મુશ્કેલ સમયમાં પણ મને માનસિક આરામ આપ્યો. મેં ફોન કર્યો ત્યારે ભાઈ અને ભાભી બંને રડી પડ્યા. આ આનંદના આંસુ હતા. ખબર છે કે જ્યાં સુધી આવા લોકો મારી પાછળ હશે ત્યાં સુધી હું સારું રમી શકીશ.”

મહેન્દ્રસિંહ ધોનીની જેમ શાંતિથી કેપ્ટનશીપ કરનાર હાર્દિકને જ્યારે ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે ક્રિકેટ પંડિતોએ મેદાનમાં ઉતરતા પહેલા જ ટીમને રેસમાંથી બહાર ગણાવી દીધી હતી. પરંતુ હાર્દિકે હાર ન માની અને સામેથી નેતૃત્વ કર્યું, 487 રન બનાવ્યા અને આઠ વિકેટ ઝડપી.

તેણે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં હંમેશા જવાબદારીનો આનંદ માણ્યો છે. મને સામેથી લીડ કરવાનું ગમે છે જેથી હું એક દાખલો બેસાડી શકું. જો હું ટીમ પાસેથી કંઈપણ અપેક્ષા રાખું છું, તો સૌથી પહેલા મારે તેના અનુસાર રમવું પડશે જેથી હું અન્ય લોકો માટે ઉદાહરણ બની શકું.

છ વર્ષની તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, હાર્દિકે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં રમ્યો છે અને T20 વર્લ્ડ કપ 2016 અને ODI વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. તે 9 જૂને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે વાદળી જર્સીમાં પરત ફરશે અને તેનું લક્ષ્ય વર્લ્ડ કપનું ટાઇટલ જીતવાનું છે.

Niraj Patel