સાળાની પત્ની સાથે ચાલતું હતું ઇલુ ઇલુ, રાતના અંધારામાં નણંદોઈએ આવીને 2 બાળકોની માતાને….

આપણા દેશમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર પૈસાની લેવડ દેવડમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો કેટલીકવાર અવૈધ સંબંધોમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં નણંદોઈએ બે બાળકોની માતા અને કથિત રીતે તેની પ્રેમિકાની ગોળી મારીને હત્યા કરી દીધી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી.

આ મામલો સામે આવ્યો છે હરિયાણાના રેવાડીમાંથી. જ્યાં બાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રાત્રે 11 વાગે સંબંધમાં નણંદોઈ થતા વ્યક્તિએ 30 વર્ષની બે બાળકોની માતાની ગોળી મારીને હત્યા કરી નાખી. જેના બાદ પોતે પણ ગોળી મારીને જીવ આપી દીધો. આના પહેલા નણંદોઈએ રૂમમાં ઘૂસીને દરવાજો બંધ કરી દીધો હતો. ગોળીઓનો અવાજ સાંભળીને પરિવારના બીજા સભ્યો અને આસપાસના ગામ લોકો પહોંચી ગયા હતા.

દરવાજો બંધ હોવાના કારણે દરવાજો તોડીને તે અંદર ઘુસ્યા અને બંનેની લાશને બહાર કાઢી હતી. સાથે જ પોલીસને પણ આ મામલાની સૂચના આપવામાં આવી. સૂચના મળતા જ પોલીસ પણ તાબડતોડ આવી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવીને કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે ગામ લોકોના જણાવ્યા અનુસાર રેવાડીન નિવાસી એક વ્યક્તિનું બાવલની રહેવાસી સજલ જે તેની પત્નીની ભાભી હતી તેની સાથે અવૈધ સંબંધો ચાલી રહ્યા હતા. સંબંધમાં તે નણંદોઈ થતો હતો. તે મંગળવારે રાત્રે 11 વાગે બાઈક પર સાસરે આવ્યો અને તે સમયે તેનો સાળો અને સજલ બંને બાળકો સાથે સુઈ રહ્યા હતા.

જયારે સાળો બાથરૂમ જવા માટે રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે નણંદોઈ રૂમમાં ઘુસી ગયો અને દરવાજો બંધ કરી દીધો. જેના બાદ બે ગોળીઓનો અવાજ આવ્યો. તે પછી બધા જ રૂમમાં દોડી ગયા પરંતુ રૂમ બંધ હતો. આસપાસના લોકો પણ ત્યાં પહોંચી ગયા અને દરવાજો તોડ્યો તો બંનેની લાશ પડી હતી. જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી. જે બાદ બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા અને ત્યાં જ લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આરોપી મૃતક નણંદોઈની પત્નીનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જેના બાદ સજલ સાથે તેના અવૈધ સંબંધો બંધાયા હતા.

Niraj Patel