brother in law raped her minor sister in law : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત સગીરાઓ સાથે પણ દુષ્કર્મ અને છેડતી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર પરિવારના કોઈ અંદરના સદસ્ય દ્વારા જ કોઈ સગીરાને પ્રેમ જાળમાં કે પછી ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જેમાં એક જીજાજીએ જ પોતાની 17 વર્ષની સાળી સાથે કુકર્મ આચર્યું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ફૈઝાન નામના જીજાજીએ તેની સગીર સાળીને તેના કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરતા જોઈ લીધી હતી. જેનો લાભ ઉઠાવતા જીજાજીએ ધમકી આપીને સગીર સાળીને વીડિયો કોલમાં કપડાં ઉતારવા માટે મજબુર કરી અને સ્ક્રીનશોટ લઈને વાયરલ કરવાની ધમકી આપી પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી.

સગીરા અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરવાની સાથે સાથે અભ્યાસ પણ કરતી હતી. જીજાજીના ત્રાસથી હહરં થઇ ગયેલી સાળીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને બહેનનું ઘર પણ છોડી દીધું. જેના બાદ તે પોતાના 12માં ધોરણની રિસ્પીટ લેવા માટે શાળાએ ગઈ હતી, ત્યારે જીજાજી પણ ત્યાં ગયા અને તેને પોતાની બાઈક પર બેસાડી ઘરે લઇ જવાનું કહીને વસ્ત્રાપુરની એક હોટલમાં લઈને જઈને દુષ્કર્મ આચર્યું હતું.

આખરે સગીરાએ જીજાજીના બધા જ નંબર બ્લોક કરી દીધા, જેના બાદ વિફરેલા જીજાજીએ ઇન્સ્ટાગ્રામ પર સાળીના નામનું ભળતું આઈડી બનાવીને તેના દ્વારા લેવામાં આવેલા અશ્લીલ ફોટો વાયરલ કરી દીધા. જેથી સગીરાએ પોતાની બહેનને વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને આઇટી એક્ટ હેઠળ ગુન્હો નોંધીને આરોપી જીજાજીની ધરપકડ કરી લીધી.