ખબર

ઘોર કળિયુગ: સુરતમાં જીજાજીએ સાળીને કહ્યું, “ચાલ તારા પતિ સાથે સમાધાન કરાવી દઉં..” અને પછી કારમાં માણ્યું સુખ

સંસ્કારોના લીલા લહેર…જીજાજી સાળીને કારમાં લઇ જઈને માણી લીધું સુખ પછી કહ્યું

રોજ બરોજ મીડિયા અને સોશિયલ મીડિયામાં સંબંધોને તાર-તાર કરતી ઘણી ઘટનાઓ સામે આવી છે, ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જે સાંભળીને જ આપણા હોશ ઉડી જાય, હાલ એક એવી જ ઘટના સુરતમાંથી આવી રહી છે, જ્યાં એક જીજાજીએ સાળી સાથે જ ના કરવાનું કરી નાખ્યું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પતિ અને પત્ની સાથે અણબનાવ થવાના ઘણા કિસ્સાઓ આપણે આપણી આસપાસ પણ જોયા હશે, ઘણીવાર આવા કિસ્સાઓમાં કેટલાક  લોકો સમાધાન કરાવવા બહાને પોતાનો રોટલો શેકતા પણ આપણે જોયા હશે, આ મામલામાં પણ એવું જ બન્યું જેમાં સુરતના મોટા વરાછામાં અબ્રામા રોડ ઉપર રહેતી એક 29 વર્ષીય પરણિતાને પણ તેના પતિ સાથે અણબનાવ હતો.

પતિ અને પત્ની વચ્ચેના આ અણબનાવના કારણે બંને અલગ રહેતા હતા. ત્યારે આ બંને વચ્ચે સમાધાન કરાવવાનું બહાનું કાઢીને પરણિતાની ફોઈની દીકરીના પતિ એવા અરુણ ભરત કાકડિયા જે સંબંધમાં પરિણીતાના જીજાજીએ સાળીને પોતાના વિશ્વાસમાં લઇ લીધી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળજબરી પૂર્વક તેની સાથે સંબંધો પણ બાંધવા લાગ્યો.

એક વર્ષ સુધી જીજાજી સળી સાથે સમાધાનની લાલચ આપીને સંબંધો બાંધતો રહ્યો, પરંતુ કોઈ અન્ય કારણો સર પતિ પત્ની વચ્ચે સમાધાન થઇ જતા પરણિતાને ખ્યાલ આવ્યો કે જીજાજી તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. જેના બાદ પરણીતાએ જીજાજીની આ ગંદી હરકતો વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો, જેની જાણ જીજાજીને થતા તે ફરાર થઇ ગયો હતો. આ મામલે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.