સાળીના લગ્નમાં સ્ટેજ પર ચઢીને ડાન્સની મજા માણી રહ્યા હતા જીજાજી, અચાનક થયું એવું કે ઢળી પડ્યા અને પછી થયું મોત, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

સાળીના લગ્નમાં નાચી રહેલા જીજાજીનું મોત, 30 સેકેંડમાં ખુશીઓની બચ્ચે ફેલાયો માતમ, જુઓ શોકિંગ વીડિયો

હાલ દેશભરમાં ફરીથી લગ્નની સીઝન ધમધમી ઉઠી છે, ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે લગ્ન દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેમાં લગ્નની ખુશી જોવા મળતી હોય છે. લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં તમામ લોકો ખુબ જ ખુશ હોય છે અને લગ્નમાં ડાન્સ પણ કરતા હોય છે,ત્યારે ઘણીવાર એવી ખબરો પણ સામે આવે છે કે જેના કારણે લગ્નની ખુશી માતમમાં બદલાઈ જતી હોય છે.

હાલ એવા જ એક લગ્નનની ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં પોતાની સાળીના લગ્નમાં ડાન્સ કરી રહેલા જીજાજીનું મોત થયું હતું. આ ઘટના સામે આવી છે રાજસ્થાનના પાલીમાંથી. જ્યાંના રાણાવાસ સેટશનમાં રહેતા અને સરકારી શાળામાં ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય અબ્દુલ સલીમ પઠાણ પોતાની પત્ની અને બે બાળકો સાથે તેમની સાસરી ભેરૃઘાટ તેમની સાળીના લગ્નમાં સામેલ થવા ગયા હતા.

શનિવારના રોજ તેમની સાળીના લગ્ન હતા અને શુક્વારે સાંજે ઘરમાં સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સાગા સંબંધીઓ ડાન્સ કરી રહ્યા હતા. આ બધા સાથે અબ્દુલ પણ ડાન્સ કરવા લાગ્યો. કેટલાક લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા. ડાન્સ કરતા કરતા જ અબ્દુલ ધડલી પડ્યો અને તેના શરીરમાં કોઈ હલનચલન ના થયું.

સંબંધીઓ દ્વારા પણ તેને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ વ્યર્થ ગયો. આખરે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં હાજર ડોક્ટરોએ અબ્દુલને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાંઆઅબ્દુલનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. હવે આ ઘટનાનો વિડીયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેમાં અબ્દુલ ડાન્સ કરતા કરતા પડી જતા પણ જોવા મળે છે.

Niraj Patel