અજબગજબ જીવનશૈલી

જે ઘરની અંદર ‘જુવાન દિયર’ હોય તો પરિણીત સ્ત્રીઓએ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ

આપણા સમાજમાં બે સંબંધોની ચર્ચાઓ હંમેશા ચાલતી હોય છે. એક જીજા સાળીનો અને બીજો દિયર ભાભીનો, આજે આપણે વાત કરીએ દિયર ભાભીના સંબંધોની, આ એક એવો સંબંધ છે જેમાં મિત્રતા સાથે માતૃત્વનો પણ ભાવ હોય છે, દિયર એક મિત્રની જેમ પોતાના ભાભી સાથેની બધી વાતો શેર કરી શકે છે તો માતાની જેમ તેની ભાભી પાસેથી હેત પણ મેળવી શકે છે, પરંતુ આ સંબંધોમાં પણ કેટલીક ખાસ બાબતો જોડાયેલી હોય છે જે જાણવી ખુબ જ અગત્યની બને છે.

Image Source

દરેક પરણિત સ્ત્રીએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દિયર ભાભીના સંબંધોને કેવી રીતે નિભાવવા જોઈએ, ભાભી પરિવારમાં હંમેશા દિયરનો પક્ષ લેતા હોય છે, અને પોતાના દિલની વાત અભિવ્યક્ત કરવા માટે પણ દિયર પાસે ભાભી જ એક શ્રેષ્ઠ રસ્તો છે આ ઉપરાંત કોઈ કામ માટે પણ પરિવારને મનાવવાનું કામ ભાભી દ્વારા જ થઇ શકતું હોવાના કારણે દિયર હંમેશા ભાભીની નજીક રહે છે.

Image Source

1. દિયરની કેટલીક વાતમાં દખલ ના કરવી:
ઘણીવાર દિયર બહભીના સંબંધો એટલા માટે પણ બગડવા લાગે છે કે ભાભી દિયર ઉપર હક જમાવવા લાગે છે, કેટલીક બાબતોમાં રોક ટોક કરે છે, દાખલ કરવા લાગે છે અને આ વાત દિયરને પસંદ નથી આવતી, આ કારણે પણ આ સંબંધોમાં ખટાશ આવે છે, માટે ભાભીએ દિયરની પ્રાઇવેસીનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. દિયરની કેટલીક બાબતોમાં દખલ ના કરવી જોઈએ તેને તેનું અંગત જિયોવન પણ જવવા દેવું જોઈએ.

Image Source

2. પતિ અને દિયર વચ્ચેના સંબંધમાં ના આવવું:
ઘણા ઘરોમાં આપણે જોયું છે કે પતિ અને દિયર વચ્ચેના સંબંધોમાં પત્ની દખલ કરતી હોય છે, જેના કારણે ક્યારેક બે ભાઈઓ વચ્ચેના સંબંધમાં પણ તિરાડ પડે છે. બે ભાઈઓ વચ્ચે સામાન્ય રીતે ઝઘડો થતો હોય છે આવા સમયે પત્નીએ કોઈ ભૂમિકા ના ભજવવી જોઈએ, ના દિયરનો પક્ષ લેવો જોઈએ કે ના પોતાના પતિનો, બંનેને એમની જાતે એમની સમસ્યાનું નિરાકરણ લાવવા દેવું જોઈએ.

Image Source

3. દિયર અને ભાભીએ કેટલીક વાત ના છુપાવવી:
ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ એવી વાત હોય છે જે દિયર ઘરમાં કોઈને ના કહી શકે, ઘણીવાર ભાભી પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે પોતાના પતિ સાથે વાત નથી શેર કરી શકતી પણ દિયર ભાભી એકબીજા સાથે શેર કરી લે છો તો આવા સમયે જોઈ કોઈ ગંભીર બાબત હોય અથવા દિયર કે ભાભી કોઈ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોય એવું લાગે તો વાતને ઘરના કોઈ સદસ્ય સાથે શેર કરી લેવી જોઈએ.

Image Source

4. પૈસાથી જોડાયેલી બાબતો ના છુપાવો:
દિયર મોટાભાગે ઘરની અંદર કોઈ પણ વાત ભાભી સાથે શેર કરે છે, એવામાં જો તેને પૈસાની જરૂર પડે તો પણ તે ભાભી પાસેથી જ માંગતો હોય છે, ઘણીવાર જયારે ભાઈ કે ઘરના કોઈ વડીલ તેને પૈસા ના આપે ત્યારે ભાભી ખાનગીમાં તેને પૈસા આપતા હોય છે, પરંતુ પછી તેને એ આદત પડી જાય છે અને વારેવારે ભાભી પાસેથી પૈસા માંગતો હોય છે. આવામાં ભાભીએ પણ પૈસાનની બાબત શેર કરવી જોઈએ, ક્યાંક તે પૈસાનો દુરુપયોગ ના થતો હોય એની પણ કાળજી રાખવી જોઈએ.