ખબર

અમદાવાદ: ડોકટરે જણાવ્યું તમારા ભાઈ પાસે 48 જ કલાક છે, પછી નાનાભાઈએ મોટાભાઇનો જીવ બચાવવા જે કર્યું તે ખરેખર પ્રસંશાને પાત્ર છે !!

આજકાલ સમાજમાં આપણે બે સગા ભાઈ વચ્ચે અણબનાવ થવાના ઘણા કિસ્સાઓ જોઈએ છીએ. પરંતુ ઘણા ભાઈઓમાં એવો સંપ પણ હોય છે જે એકબીજા માટે જીવ પણ આવી શકે, આજના સમયમાં જયારે મુશ્કેલીના સમયમાં જ્યાં એક ભાઈ જ પહેલા પડખું ફેરવી લે છે એવા સમયે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને બે ભાઈઓના સંબંધોને ઉજાગર કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના વેપારીના મોટાભાઈ રાજેશભાઈ પુજારા જે અમદાવાદમાં રહે છે. તેમને કોરોનાના કારણે ફેફસામાં ખુબ જ ગંભીર ઇન્ફેક્શન થઇ ગયું હતું. ડોકટરો દ્વારા તેમના ભાઈ ધીરજભાઈને જણાવી દેવામાં આવ્યું હતું કે દર્દીના બચવાના ચાન્સ ખુબ જ ઓછા છે.

ડોક્ટરે ત્યાં સુધી કહી દીધું હતું કે રાજેશભાઈની હાલત એ હદ સુધી ગંભીર છે કે તેમની પાસે હવે માત્ર ૪૮ કલાક જેટલો જ સમય છે. આ વાતની જાણ નાનાભાઈને થવાની સાથે જ તેને સહેજ પણ સમય બગાડ્યા વગર મોટાભાઈને બચાવવા પ્રયાસો શરુ કરી દીધા હતા. ધીરજભાઈ પોતાના મોટાભાઈને કોઈપણ કિંમતે બચાવવા માંગતા હતા.

ધીરજભાઈને લાગ્યું કે અમદાવાદમાં તેમના ભાઈની સારવાર બરાબર નહીં શકે જેના કારણે તેમને બહારની હોસ્પિટલોમાં તપાસ કરવાની શરૂઆત કરી દીધી. આખરે ચેન્નાઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમની કન્ડિશન જાણી અને તેમને દાખલ કરવાની તૈયારી બતાવવામાં આવી હતી.  પરંતુ આ બધા વચ્ચે એક મુશ્કેલી હતી કે રાજેશભાઈ પાસે ખુબ જ ઓછો સમય હતો અને આટલા સમયમાં તેમને ચેન્નાઇ કેવી રીતે પહોંચાડવા ?

પરંતુ નાનાભાઈ ધીરજ દ્વારા લાખો રૂપિયા ખર્ચી અને તાત્કાલિક ચાર્ટડ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી. અમદાવાદમાં કોઈ ચાર્ટડ એર એમ્બ્યુલન્સ ના મળતા દિલ્હીથી એર એમ્બ્યુલન્સ અમદાવાદ એરપોર્ટ ઉપર બોલાવવામાં આવી.  7મી મેના રોજ સવારે ગ્રીન કોરિડોર બનાવીને રાજેશભાઈને એરપોર્ટ ઉપર લઇ જવામાં આવ્યા.ત્યાંથી તેમને ચેન્નાઈની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ત્રણ મેડિકલ સ્ટાફ સાથે ચેન્નાઇની હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ સાથે મોટાભાઈ રાજેશભાઈને દાખલ કરવા માટે ધીરજભાઈએ 21 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, તેમની ભાઈ પ્રત્યેની લાગણી અને ચિતા આખરે રંગ લાવી. ચેન્નાઈની હોસ્પિટલમાં તેમને ટ્રીટમેન્ટને સારો રિસ્પોન્સ આપ્યો અને કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા. એટલું જ નહીં, તેમના ફેફસાંમાં પ્રસરેલું ઈન્ફેક્શન પણ ઘટવા લાગ્યું છે.