માતાએ પકડી અને ભાઇએ ગર્ભવતી બહેનનું માથુ ધડથી અલગ કરી દીધુ, ઘટના જાણી રૂંવાડા ઊભા થઇ જશે

ભાઈએ ગર્ભવતી બહેનનું માથું કાપી નાખ્યુ, ત્યારે મમ્મીએ દીકરીના પગ પકડી રાખ્યા, જેણે જોયું તે ચીસો પાડવા લાગ્યા

દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં અંગત અદાવત કારણ હોય છે તો ઘણા કિસ્સાઓમાં પ્રેમસંબંધ કારણ હોય છે. પરંતુ હાલમાં જે હત્યાની ઘટના સામે આવી છે તે તો કાળજુ કંપાવી દે તેવી છે. એક ભાઈએ તેની બહેનની ઘાતકી હત્યા કરી નાખી. ઓનર કિલિંગની આ જઘન્ય ઘટનામાં તેની માતાએ પણ આરોપીને સાથ આપ્યો હતો. તેઓએ સાથે મળીને ગર્ભવતી પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી. તેની હત્યા એવી રીતે કરવામાં આવી હતી કે તેનું માથું શરીરથી અલગ કરી દેવામાં આવ્યું હતું.
(તસવીર સૌજન્ય : મુંબઇ તક)

ભયંકર ગુનો કર્યા બાદ તે પોલીસ પાસે આત્મસમર્પણ કરવા પણ પહોંચ્યો હતો. જ્યાં તેણે ગુનો કબૂલી લીધો અને આખી વાત કહી. આ ચોંકાવનારો ગુનો ઔરંગાબાદ જિલ્લાના લાડગાંવ શિવાર ગામમાં બન્યો હતો. જ્યાં ત્રણેક મહિના પહેલા મોડી રાત્રે આરોપી સંકેત સંજય મોટે તેની માતા શોભા સાથે મળીને બહેન કીર્તિ અવિનાશ થોરેની દર્દનાક હત્યા કરી હતી. મૃતકે થોડા દિવસ પહેલા જ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા.

જેના કારણે તેના પરિવારજનો ખુશ ન હતા. લગ્નથી જ તે તેની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. મૃતકે જૂન મહિનામાં ઘરેથી ભાગી ગયા બાદ તેના પ્રેમી અવિનાશ સાથે લગ્ન કર્યા હતા. બંને ગોઇગાંવમાં ખેતરની વસાહતમાં ખુશીથી રહેતા હતા. કીર્તિના પરિવારના સભ્યો આ લગ્નથી ખુશ ન હતા. તેમ છતાં યુવતીના ભાઈ અને માતા તેના ઘરે આવવાના હતા. તેમણે એવું વર્તન કર્યુ કે હવે આ લગ્નથી તેમને કોઈ નારાજગી નથી.

લાડગાંવ શિવારમાં 302 વસ્તીમાં રહેનાર સંજય થોરેના દીકરા અવિનાશ થોરેએ કીર્તિ સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજ કરી બંને ખેત વસ્તી ગોયગાંવમાં રહેવા લાગ્યા હતા. કીર્તિના પરિવારના સભ્યો લગ્નથી ખુશ ન હતા. તેમ છતાં છોકરીના ભાઈ અને માતા તેના ઘરે આવવા લાગ્યા.પોલીસે આ બાબતે જણાવ્યું કે શરૂઆતમાં લોકોને લાગ્યું કે લગ્નની બધાની મંજુરી મળી ગઈ છે. પરંતુ, યુવતીના માતાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.

રવિવારે કીર્તિનો ભાઈ અને તેની માતા તેને મળવા આવ્યા હતા. ત્યારબાદ ઘરના લોકો ખેતરમાં કામ કરવા ગયા હતા. ઘરમાં કીર્તિ અને તેનો પતિ અવિનાશ એકલા જ હતા. અવિનાશની તબિયત બગડી હોવાથી તે આરામ કરી રહ્યો હતો. પછી કીર્તિ ચા બનાવવા રસોડામાં ગઈ કે તરત માતા શોભા અને ભાઈ સંકેત પાછળથી ગયા. માતાએ કીર્તિને પકડી લીધી અને સંકેતે કિર્તિને રસોડામાં જ તીક્ષ્ણ હથિયાર વડે ગરદન પર વાર કર્યો અને તેનું માથુ શરીરથી કરી નાખ્યુ.

અવિનાશ આરોપીને પકડે તે પહેલા જ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. આ પછી તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું. પતિની બૂમો સાંભળીને પડોશીઓને મામલાની જાણ થઈ હતી અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આરોપીની માતાની પણ ધરપકડ કરી હતી.

Shah Jina