પોરબંદરમાં ભણવા માટે જઈ રહેલા ભાઈ-બહેનને કાર ચાલકે મારી ટક્કર, ઘટના સ્થળે જ કમકમાટી ભરેલું મોત

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવવા લાગી છે. ગઈકાલે જ ગઇકાલે જ અમરેલીના બાઢડા પાસે એક ટ્રક ચાલકે ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો ઉપર ટ્રક ચલાવી દીધી હતી જેમાં આઠ લોકોએ પોતાનીઓ જીવ ગુમાવ્યો હતો ત્યારે હવે વધુ એક સકમાત સામે આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર પાસે આવેલા દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારી બન્નેના જીવ લીધા છે. ઇનોવા ચાલક અકસ્માત સર્જ્યા બાદ ગાડીને રેઢી મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 14 વર્ષની આરતી રમેશભાઈ ગોહેલ તેના પિતરાઈ ભાઈ મીત ગોહેલને લઈને શેરી શિક્ષણ માટે નીકળી હતી. આ સમયે રોડ પર સામેથી GJ-01-HS-0188 નંબરની ઈનોવા કાર તેમની તરફ ધસી આવી હતી અને બંને માસુમ ફૂલ જેવા ભાઈ બહેનને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ભાઈ-બહેનોના ઘટના સ્થળે જ કમકમાટી ભરેલા મોત નિપજ્યા હતા.

બંને ભાઈ બહેનોને ટક્કર માર્યા બાદ  એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવમાં પણ કેદ થઇ ગઈ હતી. ઘટના બાદ ગ્રામજનો પણ ત્યાં એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel