ખબર

સુરત માંગરોળમાં તળાવ પાસે ગયેલા બે ભાઈ-બેહનનું કરૂણ મૃત્યુ, દરેક માં-બાપ હવે ચેતી જ જજો….

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે, પરંતુ બાળકો સાથે ઘણીવાર એવી દુર્ઘટના બનતી હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય, ઘણીવાર બાળકો રમતા રમતા અકસ્માતનો ભોગ બનતા હોય છે અને મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સુરત જિલ્લામાંથી સામે આવી છે, જેમાં તળાવની અંદર બે માસુમ ભૂલકાઓ ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા.

આ ઘટના બની છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીંબોદરા ગામે. જ્યાં સાંજના સમયે પાછળના ભાગે આવેલા તળાવમાં રમતી વખતે બે માસુમ બાળકો ડૂબી ગયા હતા. આ બંને બાળકો મામા-ફોઈના છોકરાઓ હતા. ઘટનાની જાણ થતા જ ગામલોકો ત્યાં પહોંચ્યા હતા અને બંને બાળકોને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધી તે મોતને ભટી ચુક્યા હતા.

તળાવ ખોદનાર એજન્સીએ તળાવ ઉંડુ હોવા છતાં પણ આજુબાજુ કોઈ પણ જાતની સલામતીની વ્યવસ્થા કરી નહોતી તેમજ કોઈપણ બોર્ડ લગાવ્યું ના હોવાના કારણે ગ્રામજનો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખોદાયેલા આ તળાવમાં બેદરકારી બદલ કામ કરનાર એજન્સી સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ ઘટનામાં મામાના ઘરે આવેલી 8 વર્ષની મોહિનૂર ઇમરાન મલેક અને તેના મામાનો 10 વર્ષીય દીકરો રેહાન ઇલ્યાસ પઠાણ ફગરેથી માત્ર 5 ફૂટ દૂર ખોદાઈ રહેલા તળાવમાં રમવા માટે ગયા હતા. પરંતુ બંને અચાનક ડૂબી ગયા હતા. ગામ લોકોએ પણ તળાવમાં પાણી ઓછું હોવાના કારણે તરત જ બાળકોને શોધી કાઢ્યા, પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઇ ગયું હતું અને બંને બાળકો મોતને ભેટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ ફરીવળયો હતો.