ખબર

રાજકોટમાં અઘોરીની જેમ જીવન જીવતા 2 ભાઈ અને 1 બહેનને નવજીવન આપ્યું- વાંચીને આંખ ભરાઈ આવશે

રાજકોટનો આ વીડિયો તમને રડાવી દેશે: 10 વર્ષથી અઘોરી જેવું જીવન જીવતા 2 ભાઈ અને એક બહેન,બારણુ તોડી બહાર કઢાયા અને પછી

હાલ એક તરફ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે લોકોની માનસિક સ્થિતિ બગડી રહી છે. તે વચ્ચે રાજકોટના કિસાનપરા ચોકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાથી સેવા ગ્રુપ દ્વારા કિસાનપરા ચોક શેરી નં.8માં છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં પુરાઇને રહેતા બે ભાઇ અને એક બહેનને બહાર કાઢવામાં આવ્યા છે.

Image source

આ ઓરડીમાં છેલ્લા 10 વર્ષથી વકીલાત કરતા, બીકોમ ભણેલા અને ઈકોનોઈમાં ફર્સ્ટ ક્લાસ મેળવનાર 3 ભાઈ બહેન અઘોરી જીવન જીવી રહ્યા હતા. આ અંગે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને આ અંગેની જાણકારી મળતા રવિવારે બપોર પછી દોડી ગયા હતા આ બાદ રૂમનો દરવાજો તોડીને ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢ્યા હતા.આ ભાઈ બહેનને તેમના પિતા જમવાનું પહોંચાડતા હતા.

Image source

આ 2 ભાઈઓની વાળ અને દાઢી વધી ગયા હતા અને કપડાંમાંથી પણ દુર્ગંધ આવતી હતી. આ બાદ ત્રણેય ભાઈ-બહેનને નવડાવીને નવા કપડાં પહેરાવ્યા હતા. આ બાદ આ ભાઇબહેનના પિતા નવીનભાઈ તેમેં બીજા લઇ ઘરે લઇ ગયા હતા. તો બીજી તરફ જલ્પાબેન પટેલે કહ્યું હતું કે, આ ભાઈ-બહેનને અમે સાજા કરવા માટે અડગ છીએ. તો પરિવારની વિરોધમાં પણ ગુન્હો દાખલ કરીશું.

Image source

આ સાથે જલ્પાબેનએ કહ્યું હતું કે, અમે પરિવારને સમજાવીશું કે આ ભાઈ-બહેનને અમને સોંપી દો પરિવાર નહીં માને તો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશું.પોલીસ સાથે પણ વાતચીત થઇ ગઈ છે. આ ભાઈ-બહેનના પિતાએ 10 વર્ષ સુધી શું કર્યું તે પુછપરછ કરીશું.

Image source

તો બીજી તરફ આ સંતાનોના પિતા નવીનભાઈએ જણાવ્યું હતું કે, 1986થી તેના પત્ની બીમાર હતા જેનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. આ બાદ આ બાળકો આ જ સ્થિતિમાં છે.

Image source

આ બાળકો પર દવાની કોઈ અસર થતી નથી. મોટા દીકરો અંબરીશના પગ સતત વાંકા રહેવાને કારણે સીધા થઇ શક્યા ના હતા. હાલ તો તબીબોએ કોઈ પણ પૈસા લીધા વગર સારવાર કરી હતી.

Image source

તો બીજી તરફ નાનો  દીકરો ભાવેશને અઘોરીની અસર છે. વરસોથી દવા અને દુઆ કરીએ છીએ. પરંતુ આજ દિવસ સુધી સારું થયું નથી. દીકરીની માનસિક સ્થિતિ સારી હોવાનું તેમણે જણાવ્યું હતું. મેઘાએ જણાવ્યું હતું કે, પહેલા તો હું ઘરની બહાર નીકળતી હતી પરંતુ કોરોનાને કારણે લોકડાઉન થયું એટલે બહાર નીકળી નથી. મારી સ્થિતિ એકદમ સારી છે.

Image source

ત્રણેય ભાઈ-બહેન પૈકી મોટા ભાઈનું નામ અંબરીશ છે જેને વકીલાતનો અભ્યાસ કર્યો છે તો બીજા નંબરે બહેન મેઘા મહેતા છે જેને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે.

Image source

જણાવી દઈએ કે, આ ત્રણ ભાઈ-બહેનના પિતા નિવૃત સરકારી કર્મચારી હોય મહિને 32 હાજર પેન્સન આવતું હતું જેમાંથી ભરણપોષણ થતું હતું. નવીનભાઈએ પત્નીના મોત બાદ તમામ સંપત્તિ બહેનના નામે કરી બહેન સાથે રહેતા હતા.