ખબર

રાજકોટના હાઈ ફાઈ પોશ એરીયામાંથી વધુ એક સ્પા કમ કુટણખાનું ઝડપાયું, રૂપ રૂપનો અંબાર જેવી ખુબસુરત યુવતીઓ ધંધો કરતી પકડાઈ

રાજકોટમાં બિગ બજાર પાછળ મારુતિ ચોકમાં કૂટણખાનાનો પર્દાફાશ, અઢી મહિનાથી સ્પાની આડમાં ગોરખધંધો ચાલતો હતો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં ચાલતા કુટણખાના વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલા જ એક સ્પામાં પોલીસે દરોડો પાડ્યો હતો અને કુટણખાનું ઝડપી સંચાલકની ધરપકડ કરી હતી. ત્યારે હવે વધુ એક આવું સ્પા રાજકોટમાંથી પકડાયું છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મારૂતિ ચોકમાં ઝારા સ્પામાં શહેર એસઓજીએ ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી દેહના સોદા થતા હોવાનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ દરોડા દરમિયાન 4 રૂપલલના પણ મળી આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, દોઢસો ફૂટ રિંગ રોડ બિગ બજાર પાછળ મારૂતિ ચોકમાં આવેલ ઝારા સ્પા નામના સેન્ટરમાં કુટણખાનું ચાલતુ હોવાની  માહિતી સ્પે.ઓપરેશન ગ્રૂપને મળી હતી. આ માહિતીને આધારે પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને સ્પાની આડમાં દેહવ્યાપાર થતો હોવાની માહિતીને ડમી ગ્રાહકે સમર્થન આપતો મેસેજ કરતા વોચમાં રહેલી એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન સ્પાના 2 સંચાલક અને ચાર લલનાઓ મળી આવી હતી.આ લલનાઓમાંની એક બંગાળની હતી અને ત્રણ રાજકોટની હતી. જયારે બે સ્પા સંચાલક મૂળ વીંછિયા પંથકના અને હાલ જામનગર રોડ નાગેશ્વરમાં રહેતા અજય વાલજી બાવળિયા અને રાહુલ સુરેશ બાવળિયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે તેઓ અઢી મહિનાથી ગોરખધંધા ચલાવતા હતા અને મોજ કરવા માટે આવતા ગ્રાહકો પાસેથી 2000 રૂપિયા વસૂલતા હતા, જેમાં 1000 લલનાને આપવામાં આવતા હતા. SOG એ સ્પાના સંચાલક અને 4 લલનાઓને તાલુકા પોલીસના હવાલે કર્યા છે.