ભારતના લોકોના દિવસની શરૂઆત ચાની ચુસ્કી સાથે થાય છે. પરંતુ જો તમે અમેરિકા ગયા હોય ત્યાં પણ તમે આદુવાળી ચાની ચુસ્કી લગાવવા માટે મળી જાય તો કેવું સારું લાગે ? ત્યારે વિદેશની એક મહિલા ભારતમાં ફરવા આવી ત્યારે રસ્તા પર ચાની ચુસ્કી લગાવી હતી. આ મહિલાને આ ચાનો સ્વાદ એ હદે દાઢે વળગી ગયો કે. તેને આ ચાની આદત બની ગઈ હતી. આ વિદેશી મહિલા જયારે તેને દેશમાં પરત ફરી ત્યારે એની દુનિયા બદલાઈ ગઈ હતી. આ મહિલા જયારે ચા પીતી હતી ત્યારે તને ચાની કંપની શરૂ કરવાનો આઈડિયા આવ્યો હતો. આજે તે મહિલાનો ચાનો ધંધો સફળ થયો અને આજે તે 200 કરોડની માલિકણ છે.

બ્રુક એડીનામની મહિલાને ભલે તમે જાણતા ના હોય પરંતુ તેની ‘ભક્તિ ચા’ થી દુનિયા વાકેફ છે. બ્રુક એડીએ ‘ભક્તિ ચા’ નામની કંપનીની શરૂઆત 2007માં કરી હતી. બ્રુક એડીએ આ કંપની અમેરિકાના કોલોરાડોમાં ખોલી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર,બ્રુક 2002માં ભારત ફરવા માટે આવી હતી. બ્રુકે થાકને દૂર કરવા માટે લોકોએ તેને ચા પીવાની સલાહ આપી હતી.

બ્રુકે આ બાદ ચા પીવાનું શરૂ કરી દીધું હતું. ચાના આ સ્વાદે તેને દીવાના બનાવી દીધા હતા. બ્રુકે તેના દેશમાં પરત ફરતી વખતે ચાના ટેસ્ટ અને ફ્લેવરની સમજ લઇ લીધી હતી. બ્રુકે ભારતમાં રહીને ચા બનાવતા પણ શીખી લીધું હતું. વર્ષ 2006માં બ્રુકને ફરી એક વાર ભારતની ચાની યાદ આવી ગઈ હતી, પરંતુ કોલોરાડોના કેફેવાળા આ પ્રકારની ચા પીરસતા ના હતા. આ બાદ બ્રુકેએ નક્કી કરી લીધું હતું કે, તે ચાની કંપની બનાવશે. આ બાદ તેને તેની કારના પાછળના ભાગમાં મૈસોન જારમાં ચા રાખીને વેપાર શરૂ કર્યો હતો.

ત્યાંના લોકોમાં ચાનો આ સ્વાદદાઢે વળગી ગયો હતો. બ્રૂકનો આ ધંધો એટલો બધો વિકસી ગયો કે, તેને નોકરી પરથી રાજીનામું આપી દીધું હતું. બ્રુકે 2007માં કંપની બનાવી તેને રજીસ્ટર્ડ કરાવી. 2008માં કંપનીમાં અમુક લોકોને શામેલ કર્યા. અજેવા બ્રુકની કંપની દર વર્ષ ચા વેચીને 200 કરોડથી વધારેનો ધંધો કરે છે. બ્રુક હવે ચાની સાથે કોલ્ડડ્રીંક પણ બનાવે છે. પરંતુ લોકોની પહેલી પસંદ આજે પણ ચા જ છે.

બ્રુક એક સિંગલ મધર છે. તેની કમાણીનો મોટો હિસ્સો ચામાંથી જ આવે છે. તેને એકલી જ તેની 2 બાળકીનો ઉછેર કરે છે. વર્ષ 2015માં બ્રુકને ‘ગીતા’ નામથી એક સામાજિક બદલાવાવનું કામ પણ શરૂ કર્યું છે. આ સિવાય તે એનજીઓની મદદથી લાખો લોકોના ચોખ્ખા પીવાના પાણી માટે અનુદાન પણ કરે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.