વહુ લાવવા માટે હરખ પદુડા થતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, 6 લાખ રૂપિયા આપીને કર્યા લગ્ન અને 9 દિવસમાં જ કન્યા

3 વીઘા જમીન રાખી ગીરવે, સુહાગરાતે રંગરેલિયા મનાવીને બેશરમ દુલ્હને કર્યો મોટો કાંડ, બિચારો વરરાજા…જુઓ

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, જેમાં લગ્ન માટે ઈચ્છા રાખતા મુરતિયાઓને કોઈ દલાલ દ્વારા સારી કન્યા બતાવવામાં આવે છે, અને લગ્નના થોડા જ સમયમાં કન્યા રોકડ અને દાગીના લઈને ફરાર પણ થઇ જતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં લગ્નના નવ દિવસ બાદ જ કન્યા ફરાર થઇ ગઈ.

આ ઘટના બની છે રાજસ્થાનના અલવરમાં જ્યાં એક વ્યક્તિએ 3 મહિના પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 9 દિવસ બાદ જ દુલ્હન ભાગી ગઈ. ભરતપુરના રહેવાસી ભોલા ગુર્જરે તેના દીકરાના લગ્ન માટે દલાલોને 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા. દુલ્હનના ભાગી ગયા બાદ તેમને અલવરના ખેરેલીમાં રહેતા દલાલ રામ સિંહ પાસે પૈસા પાછા માગ્યા તો રામસિંહે 2 લાખ રૂપિયા જ પરત આપ્યા.

પરંતુ જયારે ભોલા ગુર્જર વારંવાર પૈસા પાછા માંગવા લાગ્યો ત્યારે રામ સિંહે તેના ઉપર લૂંટનો કેસ પણ દાખલ કરી દીધો.  પોલીસે આ મામલામાં તપાસ કરી ત્યારે ગત રવિવારના રોજ આખો મામલો સામે આવ્યો. જેમાં માલુમ પડ્યું કે રામ સિંહે 8 સપ્ટેમ્બરના રોજ લૂંટનો ખોટો મામલો દાખલ કરાવ્યો હતો.

આ ઉપરાંત ભોલાએ પોતાના દીકરાના લગ્નની અંદર 2 લાખ રૂપિયા ખર્ચ પણ કર્યો હતો. આ ઉપરાંત વહુને સોના-ચાંદીના લગભગ 1 લાખના ઘરેણાં પણ પહેરાવ્યા. જેના માટે ભોલાએ તેની ત્રણ વીઘા જમીન શાહુકાર પાસે ગીરવે પણ રાખી દીધી. 17 જુલાઈના રોજ અલવરમાં લગ્ન પણ થઇ ગયા. અને 27 જુલાઈના રોજ વહુ ઘરેણાં લઈને ફરાર થઇ ગઈ.

તો આરોપી રામસિંહે અલવરના ખેરલી પોલીસ સ્ટેશનમાં 8 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે પેટ્રોલપંપ પાસે તેનો સામાન ચોરી થઈ ગયો હતો. તેની બાઇકને બે લોકોએ રોકી હતી. મારપીટ કરીને 2 હજાર રૂપિયા લીધા. રામસિંહે ભોલા પર આરોપ મૂક્યો હતો. પોલીસે તે દિવસે ભોલાનું લોકેશન ચેક કર્યું તો તે ગામમાં હતો. પછી પોલીસને રામસિંહ પર શંકા ગઈ હતી. પછી તપાસ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે ભોલા તથા રામસિંહ વચ્ચે રૂપિયા અંગેનો વિવાદ છે.

પોલીસે જયારે આ મામલામાં તપાસ કરી ત્યારે ખુલાસો થયો કે લગ્ન કરવાના નામ ઉપર દલાલોનું આ મોટું નેટવર્ક છે. ગ્રામીણ લોકોએ જણાવ્યું કે રામસિંહે કેટલીક બીજી જગ્યાઓ ઉપર પણ લગ્ન કરાવીને દલાલી લીધી છે. તે દૂરના ગામથી કન્યાઓ શોધીને લાવતો અને લગ્ન કરીને થોડા જ દિવસમાં મહિલાઓ ફરાર થઇ જતી હતી.

Niraj Patel