વાયરલ

રેલવે સ્ટેશન પર આવો નજારો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, પાટાની સામે જ ફાટી પાણીની પાઇપ અને ટ્રેન આવતા જ જે થયું એ… જુઓ વીડિયો

રેલવે સ્ટેશન પર તૂટ્યો પાણીનો નળ, ટ્રેન આવતા જ મુસાફરોને મળી ગઈ વગર પૈસે નાહવાની ફ્રી સર્વિસ, વીડિયો જોઈને પેટ પકડી હસવા લાગશો, જુઓ

રેલવેની મુસાફરી સૌથી સુરક્ષિત મુસાફરીમાંથી એક માનવામાં આવે છે. આપણા દેશની અંદર રોજ લાખો લોકો રેલવેમાં મુસાફરી કરે છે. સસ્તા ભાડા ઉપરાંત રેલવેની મુસાફરી સમયનો પણ બચાવ કરે છે. ત્યારે આ મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ઘણા લોકોને અલગ અલગ અનુભવ પણ થતા હોય છે. હાલ એવા જ એક અનુભવનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનને લગતા વીડિયો દરેકનું ધ્યાન ખેંચે છે. હવે રેલવે સ્ટેશન પરથી વધુ એક વીડિયો સામે આવ્યો છે અને તે ખરેખર લોકોને હસાવી રહ્યો છે. વીડિયોમાં રેલવે સ્ટેશન પર એક પાણીની પાઇપ તૂટેલી જોવા મળી રહી છે.આ વીડિયોમાં સૌથી મજાની વાત એ છે કે પ્લેટફોર્મ પરના મુસાફરો તો બાજુ પર ઉભા રહીને પોતાની જાતને બચાવી રહ્યા છે, પરંતુ પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેનની અંદર હાજર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

તમે વિડિયોમાં જોઈ શકો છો કે નળમાંથી પાણી પ્રેશર સાથે પુરી તાકાતથી બહાર આવી રહ્યું છે. આ દરમિયાન, પ્લેટફોર્મ પરથી અચાનક એક ટ્રેન પસાર થાય છે અને મુસાફરોને ખબર નથી હોતી કે થોડી જ ક્ષણોમાં તેઓ આ તૂટેલા નળને કારણે ભીના થઈ જશે. પસાર થતી લોકલ ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરો ભીના ના થવાય તે માટે અંદર દોડતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અહીં મજાની વાત એ છે કે સ્ટેશન પર ઉભી રહેતી ટ્રેનોમાં હાજર મુસાફરો તરફ પાણી ઝડપથી વહી રહ્યું છે, જેના કારણે તૂટેલા નળના પ્રકોપમાંથી માત્ર થોડા લોકો જ બચે છે, બાકીના બધા ભીના થઈ જાય છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘ભારતીય રેલ્વે તમારી સેવામાં’. આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે.