દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી

કાળી છોકરી જોઈને છોકરાએ મંડપમાં તોડી નાખ્યા લગ્ન… પછી અચાનક નસીબ પલટ્યું કે છોકરો ગીડગીડાવા લાગ્યો

જાન છોકરીને લીધા વગર ખાલી પાછી જતી રહી, લગ્નમાં આવેલા બધા જ મહેમાનો પાછા ચાલ્યા ગયા. આ વખતે લગ્ન દહેજ માટે નહિ પરંતુ છોકરીના શ્યામ રંગના કારણે તૂટયા હતા. છોકરીના પિતા દરેકના પગે પડ્યા હતા. આખરે એક બાપ હતા દીકરીના, અને એક દીકરી જ બાપને દીકરા કરતા વધુ સન્માન આપે છે. અને એક પિતા પણ પોતાની દીકરીના કારણે જ સન્માનિત થવા માંગતા હોય છે.સગાઈના દિવસે છોકરાને શ્વેતા ગમતી હતી, પરંતુ લગ્નના દિવસે તેને શ્વેતાને તેના શ્યામ રંગના કારણે છોડી દીધી. (ખોટું ના લગાડો તો એક વાત અહીં કહીશ કે છોકરાનું મોઢું ચાહે બટાકા જેવું જ કેમ ન હોય પણ તેને છોકરી તો પનીર જેવી સુંદર અને ગોરી જ જોઈતી હોય છે.)

મહેમાનોના ગયા પછી શ્વેતાના પિતા ખુરશીઓની વચ્ચે બેસીને રાત સુધી રડયા હતા. ઘરમાં બસ બે જ લોકો બચ્યા હતા. બાપ અને દીકરી શ્વેતા. જયારે શ્વેતા પાંચ વર્ષની હતી ત્યારે જ તેની મમ્મી ગુજરી ગઈ હતી.

રડતા રડતા પિતાને વિચાર આવ્યો પોતાની દીકરી શ્વેતાનો, શું જાન પાછી જતી રહેવાના કારણે મારી દીકરીએ…? દોડીને જાય છે શ્વેતાના રૂમ તરફ… પણ આ શું? શ્વેતા બે કપ ચા લઈને હસતા ચહેરે આવી રહી હતી પપ્પાની તરફ. દુલ્હનના કપડા બદલી નાખ્યા હતા અને રોજના ઘરના કપડામાં હતી એ. પપ્પા તેને આ હાલતમાં જોઈને હેરાન થઇ જાય છે. દુઃખની જગ્યા પર હસતો ચહેરો, નિરાશાના બદલે ખુશી, કઈ સમજી શકે એ પહેલા તો શ્વેતા બોલી પડી, “પપ્પા જલ્દીથી ચા પીલો અને પછી ફટાફટ આ ભાડાનો મંડપ, ખુરશીઓ, વાસણો બધું જ જેનું છે તેને આપી આવો. નહીંતર ખાલી ખાલી ભાડું વધતું જશે.” આ બાજુ પપ્પા માટે શ્વેતા એક ઉખાણું બની ગઈ હતી. બસ પપ્પા તો પોતાની દીકરીને ખુશ જોવા માંગતા હતા, પછી ભલે કારણ કોઈ પણ હોય. એટલે તેઓએ શ્વેતાને કારણ ન પૂછ્યું.

પપ્પા શ્વેતાને કહે છે, “ચાલ દીકરા, પાછા ગામડે જતા રહીયે, હવે આ શહેરમાં ગભરામણ થાય છે.” શ્વેતા પપ્પાની આ વાત માની જાય છે, અને કેટલાક દિવસોમાં જ તેઓ શહેરને છોડીને ગામ જતા રહે છે. ગામમાં તેઓ પહેલા માછલી પકડવાનું કામ કરતા હતા. પરંતુ શ્વેતાના મમ્મીના ગુજર્યા બાદ તેઓ ત્યાંથી શહેર જતા રહે કે અને મજૂરી કામ કરવા લાગે છે. હવે ગામમાં પાછા આવ્યા બાદ તેઓ ફરીથી માછલી પકડવાનું કામ શરુ કરે છે. શ્વેતા પણ પપ્પાની સાથે પહેલાની જેમ માછલી પકડવા જવા લાગી.

બીજી તરફ પેલા છોકરાં (આદિત્ય) ના એક સુંદર ગોરી છોકરી સાથે લગ્ન નક્કી થઇ ચુક્યા હતા, અને આદિત્ય ખૂબ જ ખુશ હતો. એને શોખ હતો ફરવાનો અને એક દિવસ આદિત્ય પોતાના મિત્રો સાથે શહેરથી દૂર ફરવા જાય છે. નદી કિનારે તેઓ ખૂબ જ મસ્તી કરી રહયા હતા એવામાં તેનો પગ લપસી જાય છે અને તે નદીના ઊંડા પાણીમાં પડી જાય છે. નદીનું વહેણ ખૂબ જ તેજ હતું અને પાણી ઊંડું હતું. તેના મિત્રોની કોશિશો છતાં પણ તેઓ તેને બચાવી ન શક્યા.

તો બીજી બાજુ શ્વેતાના પપ્પા વહેલી સવારે નદીએ જાય છે માછલી પકડવા માટે, અને રાતે ફેંકેલી જાળમાં તેમને છોકરો ફસાયેલો મળે છે. તેઓ તરત જ એ છોકરાને અંધારામાં જ પોતાના ખભા પર ઉઠાવીને પોતાના ઘરે લઇ આવે છે. ખૂબ જ મહેનત બાદ આદિત્યને હોશ આવે છે. તે પોતાની સામે શ્વેતા અને તેના પપ્પાને જોઈને તેને શરમ આવે છે, અને તરત જ પોતાની યાદશક્તિ જતી રહેવાનો ડોળ કરે છે.

પપ્પા કહે છે, “બેટા, આને તો કઈં જ યાદ નથી. કદાચ તેની યાદશક્તિ જતી રહી છે અને તેને થોડા ઘાવ પણ આવ્યા છે. હું તેને શહેર મૂકી આવું.” શ્વેતા કહે છે, “રહેવા દો પપ્પા, એ-ચાર દિવસ. તેના ઘા ભરાઈ જાય એટલે મૂકી આવજો.”

ત્યારે તેના પિતા શ્વેતાને ઉંચે છે કે તેને યાદ તો છે ને કે આ કોણ છે? ત્યારે શ્વેતા હસતા કહે છે કે “યાદ છે, પણ જે જૂની વાત છે એને ભૂલી જવાની છે. અત્યારે આદિત્યને વાગ્યું છે એનો ઈલાજ કરવો જોઈએ. એમ પણ હવે એને મારા કાળા હોવાથી કોઈ ફરક ન પડવો જોઈએ કારણ કે તેને કઈ જ યાદ નથી. અત્યારે એ આપણા ઘરે આવેલો ઘાયલ મહેમાન છે. તેનો ઈલાજ કરવો આપણો ધર્મ છે.” આ બોલતા બોલતા શ્વેણા આંખના ખૂણા ભીના થઇ ગયા હતા.

આદિત્ય બાપ-દીકરીની વાતો સાંભળી જાય છે. અને આ વાત સાંભળીને તે હેરાન થઇ જાય છે. બીજી તરફ શ્વેતા આદિત્યનું ધ્યાન રાખવા માંડે છે. શ્વેતાની આદિત્યનું ધ્યાન રાખવાની આ રીતે કારણે આદિત્યને શ્વેતા સાથે પ્રેમ થઇ જાય છે. એક દિવસ જયારે આદિત્ય ઠીક થઇ જાય છે ત્યારે એ શ્વેતાને કહે છે, “હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારુ નામ શું છે, મને કઈ જ યાદ નથી. પણ મને તારું આ પોતાપણું જોઈને હંમેશા માટે અહીં જ રહી જવાનું મન થાય છે.”

શ્વેતા જવાબ આપે છે, “તમે ચિંતા ન કરો, મારા પપ્પા તમને કાલે શહેર મૂકી આવશે, અને એક ગાડીની છત પર બેસાડીને નીચે લખી નાખશે કે આ સુંદર યુવાનને તેના માતા-પિતાનું સરનામું જણાવવા માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે.” આદિત્ય કહે છે, “મારુ મજાક ઉડાવે છે…?” શ્વેતા કહે છે, “અરે ના, ના, અમારી શું હેસિયત કે કોઈની મજાક ઉડવું?”

પછી આદિત્ય શ્વેતાને પૂછે છે કે શું એને કોઈની સાથે પ્રેમ થયો છે? ત્યારે શ્વેતાને પોતાનો ભુતકાળ યાદ આવી જાય છે અને એ કહે છે, “ના, પ્રેમ તો નથી કર્યો પણ કોઈને પોતાનું વિશ્વ માન્યું હતું, પણ એને મને અપનાવવાની ના પડી દીધી હતી.”

“જરૂર એ કોઈ પાગલ હશે, જેને તને ઠોકર મારીને ભૂલ કરી છે.”

“ના ના, એ સમજદાર હતો. પાગલ હોત તો મને જરૂર અપનાવી લેતે.”

જો એ છોકરો આવીને પોતાની ભૂલ સ્વીકારીને તને અપનાવવા આવે તો શું તું એને માફ કરીને એની સાથે લગ્ન કરીશ?”

“ભૂલ તો એની બિલકુલ ન હતી, તો ભૂલ કર્યા વગર હું એને કઈ રીતે માફ કરું?”

“તો એનો અર્થ એ કે તું એની સાથે લગ્ન કરી શકે છે.”

“ના, બિલકુલ નહિ. હવે હું એની સાથે લગ્ન કરવા વિશે વિચારી પણ નહિ શકું.”

“પણ કેમ? હવે શું તકલીફ છે?”

શ્વેતા બારી તરફ જઈને થોડીવાર માટે ચૂપ થઇ જાય છે. આદિત્ય શ્વેતા પાસે જઈને તેને પકડીને પોતાની તરફ કરે છે. પણ શ્વેતાની આંખોમાં આંસુ જોઈને કશું જ બોલી નથી શકતો.

શ્વેતા પોતાના આંસુ લૂછતાં કહે છે, “મારા પપ્પા મારુ અભિમાન છે અને એ દિવસે મેં મારા પપ્પાને એ વ્યક્તિના પગે પાડીને રડતા જોયા હતા. એ દિવસે હું એકલામાં ખૂબ જ રહી હતી. પણ પછી મારા પપ્પા માટે કે જેમની હું રાજકુમારી છું, તેમની રાજકુમારીને એ વ્યક્તિએ કાળી કહીને ઠોકર મારી હતી. મારા પપ્પાએ મારી મમ્મીના ગુજરી ગયા બાદ મારા માટે થઈને બીજા લગ્નપણ ન કર્યા હતા. હું એમને રડતા જોઈ ન શકી. પણ પપ્પાને માટે મેં રડવાનું બંધ કરીને એમની સામે હસતા મોઢે ગઈ હતી.”

આ બાજુ શ્વેતાના પપ્પા બધી જ વાત બીજા રૂમમાં બેસીને સાંભળતા હતા અને તેઓ પણ રડી રહયા હતા.

શ્વેતા આગળ કહે છે, “દરેક બાપની જીવન દીકરીમાં જ સમાયેલું હોય છે, જો દીકરી દુઃખી થાય તો બાપ અંદરથી મારી જાય અને જો દીકરી ખુશ થાય તો બાપની ઉમર વધી જાય. મારી ખુશીમાં જ મારા પપ્પાની ખુશી હતી. મારા માટે પપ્પાએ એ ઘર છોડી દીધું જે ઘરના આંગણામાં મારા લગ્ન તૂટયા હતા. એ શહેર છોડી દીધું. જ્યા તેમની રાજકુમારીનું અપમાન થયું હતુ. હું કઈ રીતે એ વ્યક્તિ સાથે લગ્ન કરી શકું જેના કારણે મારા પપ્પા દુઃખી થાય હોય અને રડયા હોય.”

આદિત્યએ આખી વાત ચુપચાપ નીચી નજરે સાંભળી. પછી તેને ધીમે રહીને શ્વેતાને સેલ્યુટ કર્યું અને કહ્યું, “શું હું તને એકવાર ગળે લગાવી શકું?” શ્વેતા કઈ જ નથી કહેતી અને આદિત્ય તેને ગળે લગાવીને કહે છે, “ભગવાન કરે મને એક શ્યામ છોકરી મળે. મને તું મળે.”

શ્વેતાને ત્યાં જ મૂકીને એ બીજા રૂમમાં આવે છે જ્યા આ બધી જ વાત સાંભળીને શ્વેતાના પપ્પા રડતા હોય છે. એ ત્યાં શ્વેતાના પપ્પાના પગમાં પાડીને રડતા રડતા કહે છે, “મને બધું જ યાદ છે, પરંતુ તમે આ વાત શ્વેતાને ન કહેતા, નહિ તો મારો ગુનો વધારે મોટો થઇ જશે. મારી યાદશક્તિ તો ત્યારે ગઈ હતી, જયારે મેં શ્વેતાને ઠોકર મારી હતી અને તમને રડાવ્યા હતા.”

“હું મારા ગુનાહો માટે કોઈ જ સફાઈ નહિ આપું, મેં ગુનો કર્યો છે, મને સજા આપો. મને મારા ગુનાઓની સજા માટે શ્વેતા આપો. મને તમારી રાજકુમારી જોઈએ છે. હું રાહ જોઇશ, કે શ્વેતા મને માફ કરે.” આટલું બોલીને એ ત્યાંથી નીકળી જાય છે.

શ્વેતા તેને દૂર સુધી જતા જોઈ રહી હતી અને તેની આંખોથી ધડધડ આંસુ વહેતા હતા. તેને પપ્પા અને આદિત્યની બધી જ વાત સાંભળી હતી. શ્વેતાના પપ્પા તેને કહે છે, “બેટા, તું એકવાર વિચારી લે. તારે ખુશી માં જ મારી ખુશી છે અને અત્યારે મારી ખુશી તને આદિત્ય મને એમાં છે.”

શ્વેતા પપ્પાની ખુશીમાં ખુશ થઇ જાય છે, અને આદિત્ય સાથે લગ્ન કરવા માટે માની જાય છે, બીજી તરફ આદિત્ય પણ તેના માતાપિતાને એ જ ઘરમાં એ જ સ્થળે લગ્ન કરવા મનાવી લે છે જ્યા તેને શ્વેતાને ઠોકર મારી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks