જેને નાળુ સમજી રહ્યો હતો એ નીકળ્યુ દલદલ, પાર કરવાના ચક્કરમાં થઇ ખરાબ હાલત, જુઓ

માલદીવમાં છુટ્ટી મનાવવા પહોંચેલા એક બ્રિટિશ પર્યટક માર્ટિન લુઇસ સાથે કંઇક એવું થયુ જેને જોઇને તમે તમારી હસી નહિ રોકી શકો. આ પૂરા ઘટનાક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, એક માર્ટિન લુઇસ જે યાત્રા દરમિયાન એક નાળાને પાર કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેને એ વાતનો અંદાજ નથી કે જેને તે પાર કરી રહ્યા છે તે નાળુ નહિ પરંતુ દલદલ છે.

આ નાળા જેવા દેખાતા દલદલને પાર કરવા માટે માર્ટિન લુઇસ જેવુ જ પગલુ આગળ ભરે છે કે તેમના ચંપલ કિચડમાં પડી જાય છે અને તે ચંપલ હાથમાં લઇને આગળનું પગલુ ભરે જ છે કે તે ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ વીડિયો બનાવી રહી છે તેમની પત્ની અને તે જોરજોરથી હસવા લાગે છે. થોડી જ વારમાં તે પાણીની ઉપર આવે છે અને તે પણ જોરજોરથી હસવા લાગે છે.

વાયરલ વીડિયોમાં લુઇસ કહે છે કે મને ખબર ન હતી કે હું કેવી રીતે પાર કરીશ, જુઓ મારી પતલૂન ગંદી થઇ ગઇ છે. મારા પગની સ્થિતિને જુઓ, મારે કોશિશ કરવી છે અને ત્યાં પહોંચવુ છે, પરંતુ લુઇસ પૂરી રીતે પાણીમાં ડૂબી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ડેલી મેલ સાથે વાત કરતા લુઇસે કહ્યુ કે, તે 9-10 ફૂટ ઊંડો હતો. હું ઘણો હેરાન હતો, પરંતુ એક સપ્તાહ વિતાવ્યા બાદ હું ડરેલો ન હતો.

Shah Jina