પતિની દાઢી પસંદ નહોતી તો મિત્રને પ્રેમ કરી બેઠી…પછી નસીલી બિરયાની ખવડાવી કર્યુ એવું કે…

પતિનું કાસળ કાઢી નાખનારી UKની NRI મહિલાને ભારતની કોર્ટે ફાંસીની સજા ફટકારાઈ, ખૌફનાક મર્ડર મિસ્ટ્રી – નબળા હૃદય વાળા ન વાંચતા

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે એક હત્યાના સનસનીખેજ કિસ્સામાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં કોર્ટે ઈંગ્લેન્ડની એક NRI મહિલાને મોતની સજા સંભળાવી છે અને તેના પ્રેમીને આજીવન કેદની સજા તેમજ 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એડીજે કોર્ટના આ નિર્ણયથી મૃતકની માતાને રાહત મળી છે. તેમણે કહ્યું કે અમે વારંવાર કોર્ટ પાસે ફાંસીની સજાની માંગ કરી રહ્યા હતા.

વાસ્તવમાં, આરોપી પત્ની આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં તેના પતિને ઈંગ્લેન્ડથી લાવી અને શાહજહાંપુરમાં તેના પ્રેમી સાથે મળી હત્યા કરી દીધી. 9 વર્ષના પુત્રએ તેના પિતાની હત્યાનો ખુલાસો કર્યો છે અને તેની માતા અને તેના પ્રેમીને સજા અપાવી છે. એનઆરઆઈ પત્ની તેને ઈંગ્લેન્ડથી લાવી હતી, તે તેના એનઆરઆઈ પતિની દાઢીથી નારાજ હતી અને એટલા માટે હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સંપત્તિના લોભને કારણે તે હત્યા કરી પ્રેમી સાથે રહેવા માંગતી હતી.

આ મામલો બાંદા પોલીસ સ્ટેશનના બસંતપુર ગામનો છે, જ્યાં સપ્ટેમ્બર 2016માં રમનદીપ કૌર તેના પતિ સુખજીતને કાવતરાના ભાગરૂપે ભારત લાવી. પહેલા તો તેણે સુખજીત અને તેના પ્રેમી ગુરપ્રીત સાથે મિત્રતા કરાવી અને તે બંને સાથે ભારતમાં મુસાફરી કર્યા પછી, બસંતપુરમાં સાસરે આવી. આ સમય દરમિયાન, તેણે તેના પ્રેમીને દુબઈ મોકલવા માટે ટિકિટ મેળવી અને બતાવ્યું કે તે દુબઈ ગયો છે.

પરંતુ તેણે તેના પ્રેમીને શાહજહાંપુરની એક હોટલમાં રાખ્યો હતો. આ પછી, બસંતપુરમાં તેના ફાર્મ હાઉસમાં, રમનદીપ કૌરે બિરયાનીમાં નશો ભેળવીને તેના પતિ, સાસુ, બે બાળકો અને બે શ્વાનને ખવડાવી. રાત્રે તેણે તેના પ્રેમી ગુરપ્રીત ઉર્ફે મીઠ્ઠુને બોલાવી પતિ સુખજીતની છરી અને હથોડી વડે હત્યા કરી નાખી. આ ઘટનાને લૂંટ તરીકે બતાવીને તેણે પોલીસને ગેરમાર્ગે દોરી પણ હવે કોર્ટે આરોપી પત્નીને ફાંસીની સજા સંભળાવી છે.

બસંતપુરના ફાર્મ હાઉસમાં જ્યારે હત્યારી પત્ની પતિને મારતી હતી ત્યારે 9 વર્ષના પુત્રએ બધું જોઈ લીધું હતું. કારણ કે તે દિવસે તેણે તેની માતાના હાથની નશીલી બિરયાની ખાધી નહોતી. જે પછી પોલીસે કડીઓ જોડી આ હત્યાનું રહસ્ય ખોલ્યું. તમને જણાવી દઈએ કે પંજાબની રહેવાસી આરોપી રમનદીપ કૌરનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. શાહજહાંપુરના રહેવાસી NRI સુખજિત સિંહ એક ટ્રક ડ્રાઈવર હતા.

Shah Jina