5 વર્ષથી ઘરની બહાર ન નીકળેલા બ્રિટેનના સૌથી વજનદાર વ્યક્તિને ક્રેનની મદદથી કાઢવામાં આવ્યો બહાર, જાણો કહાની 

૩૧૭ કિલોના આ વ્યક્તિને ક્રેનની મદદથી ફ્લેટમાંથી કાઢ્યો, જુઓ

દુનિયાભરમાં લોકો અલગ અલગ પ્રકારની બીમારીથી પીડાતા હોય છે. પરંતુ એક યુવક તેના વધુ વજનને કારણે 5 વર્ષ ઘરની અંદર રહ્યો. આ યુવક બ્રિટેનનો નિવાસી છે અને તેની ઉંમર લગભગ 30 વર્ષ છે.

Image source

જૈસનનું વજન એટલુ વધી ગયુ કે તેને ઘરેથી બહાર નીકાળવા માટે દરવાજો નાનો પડ્યો અને બારી તોડીને  તેને ક્રેનની મદદથી ઘરની બહાર નીકાળવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે, વર્ષ 2014થી જૈસન હોમ ડિલીવરીના માધ્યમથી ખાવાનુ મંગાવી રહ્યો છે. તે દિવસનું 2886 રૂપિયાનું જમવાનુ મંગાવે છે, આ હિસાબથી જોઇએ તો, તેનો વર્ષભરનો જમવાનો ખર્ચ 9,61,876 રૂપિયા થાય.

Image source

જૈસનનું વજન વધવાનું કારણ એક બીમારી છે, જેનું નામ લિમ્ફોડિમા છે. આ બીમારીમાં બીમારના પગમાં એટલા સોજા રહે છે કે તેના કારણે પૂરા શરીરમાં તેની અસર થાય છે. જૈસન જંક ફુડ લે છે અને આ વસ્તુઓથી તેને લગભગ 10 હજાર કેલેરી મળતી અને વર્ષો સુધી વધારે માત્રામાં જંક ફુડ લેવાને કારણેે તેનું વજન એટલુ વધી ગયુ કે, તેઓ કોઇની મદદ વગર એક ઇંચ પણ હલી શક્તા ન હતા.

જૈસન ઘરમાં લાબાં સમય સુધી બંધ હતા, લગભગ તેઓ 5 વર્ષથી ઘરની બહાર નીકળ્યા ન હતા અને તે જ કારણે તેઓ કંટાળી ગયા હતા અનેે તેમણે ઇમરજન્સી સર્વિસ પર ફોન કર્યો.

Image source

જયારે તેમને નીકાળવાની કોશિશ થઇ ત્યારે તેમને દરવાજામાંથી નીકાળવામાં આવ્યા પરંતુ તેમને નીકાળી શકાયા નહિ અને તે બાદ તેમને બારી તોડીને ઘરથી બહાર નીકાળવામાં આવ્યા.

Shah Jina