શિક્ષક ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે. શિક્ષક બનવા માટે કોઈ ડિગ્રીની પણ આવશ્યકતા નથી. માત્ર તમારામાં ભણાવવાની હિંમત હોવી જોઈએ।

આવી જ હિંમત દિલ્હીના રાજેશકુમાર શર્માએ બતાવી અને એમને ફૂટપાથ ઉપર રઝળતા બાળકોને શિક્ષણ આપવા માટે શાળા શરૂ કરી. 2006માં રાજેશકુમાર જયારે યમુનાબેન્કથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને કેટલાક બાળકોને કંઈક વેંચતા જોયા, તો કેટલાક બાળકો એમ જ ફરી રહ્યાં હતાં. આ જોઈ તમેના મનમાં આ બાળકોને શિક્ષિત કરવાનો વિચાર આવ્યો અને તેઓ આ વિચારને અમલમાં મુકવા માટે એક વૃક્ષની નીચે શિક્ષણકાર્ય શરૂ કર્યું.
શરૂઆતમાં તો તેમની પાસે માત્ર બે જ બાળકો આવ્યા, પરંતુ ધીમે ધીમે એ બાળકોની સંખ્યા પણ વધવા લાગી. જેમજેમ બાળકો વધતા ગયા તેમ તેમ મુશ્કેલીઓ પણ વધવા લાગી. વધુ બાળકોને ભણાવવા શિક્ષકોની જરૂર ઉદ્દભવી. અને વગર પગાર ઉપર કોણ શિક્ષક બને ? પરંતુ જો તમારો ઈરાદો નેક હોય તો તમે જે કાર્ય કરો એ સફળ થઈ ને જ રહે. રાજેશકુમારના આ કાર્યની નોંધ આવતા જતા લોકો લેવા લાગ્યા હતા. અને ધીમે ધીમે ત્યાંથી પસાર થતા નોકરી કરતા કે કૉલેજ કરતા સ્ટુડન્ટ પોતાના ફ્રી સમયમાં એ બાળકોને ભણાવવા લાગ્યા.

એ શાળા ધીમે ધીમે મોટી થવા લાગી અને નામ આપવામાં આવ્યું “ફ્રી સ્કૂલ, અન્ડર ધ બ્રિજ”. એ શાળામાં આજે કુલ 300 વિદ્યાર્થીઓ મફતમાં શિક્ષણ મેળવી રહ્યા છે. અને આ શાળા અત્યારે બે શિફ્ટમાં ચાલે છે. પહેલી શિફ્ટમાં છોકરાઓ સવારે 9 વાગ્યાથી ભણવા માટે આવે છે તો બપોરે 2 વાગે બીજી શિફ્ટમાં છોકરીઓને ભણાવવામાં આવે છે. આ શાળાના સંસ્થાપક રાજેશ શર્મા કહે છે કે “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી પાસે આટલા બાળકો ભણવા માટે આવશે.” મહત્વની વાત એ છે કે આ બાળકોને ભણવતા બધા જ શિક્ષકોમાંથી કોઈ ડિગ્રી નથી ધરાવતું.
“દિલ્હી સ્ટ્રીટ આર્ટ” તરફથી આ શાળાને એક નવું જ રૂપ આપવામાં આવ્યું. યમુના બેન્ક મેટ્રો સ્ટેશનની નીચેની સફેદ દીવાલને સપ્તરંગો બનાવવામાં આવી. એમાં કેટલાક આકર્ષક ચીત્રો બનાવવામાં આવ્યા. બ્લેકબોર્ડની આજુબાજુ પણ રંગબેરંગી ચિત્રો બનાવવામાં આવ્યા જેના કારણે બાળકોનો ભણવાનો ઉત્સાહ વધે. એક પ્રાઇવેટ કંપની દ્વારા બાળકોને કેસરી રંગની ટી શર્ટ આપવામાં આવી જેના પર શાળાનો લોગો પણ પ્રિન્ટ થયો. અને બાળોકોને ફ્રીમાં પુસ્તકો પણ આપવામાં આવ્યા.

રાજેશકુમાર શર્માને આવેલો આ નાનો વિચાર ઘણા બધા બાળકોને શિક્ષણનો આશીર્વાદરૂપ બન્યો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે કે કહ્યું હતું કે “તમારે ગરીબીમાંથી ઉપર આવવું હશે તો શિક્ષણ જ એક માત્ર રસ્તો છે.” આ વાક્યને સાચું કરવા માટે રાજેશ શર્માએ એ ગરબી ફૂટપાથ પર રહેતા બાળકોનો હાથ પકડ્યો અને કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના કે એક પણ રૂપિયો પગાર લીધા વિના બીજા શિક્ષકો પણ તેમની સાથે જોડાયા.

સારું કે સેવાકીય કાર્ય કરવા માટે ખિસ્સામા કે બેંકમાં પૈસા જ હોવા જરૂરી નથી. બસ હૈયામાં હિંમત હોવી જોઈએ. જે કાર્ય કરવું છે તેના પ્રત્યે વફાદારી હોવી જોઈએ. તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ। તો તમને એ કાર્ય કરવામાં કોઈ તકલિફ નહીં આવે. અને મુશ્કેલીઓનો સામનો કરીને જ જંગ જીતાય છે, થાળીમાં છપ્પન ભોગ હોય તો પણ હાથથી ઉપાડીશુ તો મોઢામાં કોળિયો જશે, આપો આપ એ પકવાન મોઢા સુધી નહિ આવે. એમ જ દરેક કાર્ય કરવામાં મહેનત જરૂર લાગશે પણ એ મહેનત જ તમને સફળ બનાવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.