રશિયાની શાન ઉપર વાગ્યો મોટો ઘા ! ક્રિમીયાને જોડવા વાળા પુલ ઉપર લાગી ભીષણ આગ, દુર્ઘટના કે પછી યુક્રેનનો હુમલો ? જુઓ વીડિયો

  1. રશિયાને ક્રિમીઆ સાથે જોડતા કેર્ચ સ્ટ્રેટ બ્રિજ પર શનિવારે સવારે ભીષણ આગ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ભીષણ આગ અને ધુમાડો જોઈ શકાય છે. યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન ક્રિમીઆમાં રશિયન સૈનિકો માટે આ પુલ અત્યંત મહત્વપૂર્ણ હતો. બ્રિજ પરથી પસાર થતી માલવાહક ટ્રેનમાં આગ લાગતાં બ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

ટ્વીટ પર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે પુલની પાસેથી પસાર થતી કાર્ગો ટ્રેનમાં આગ લાગતા પૂર્વ અને પશ્ચિમ બંને રોડ લેન પાણીમાં ડૂબી ગઈ છે. કેર્ચ સ્ટ્રેટ બ્રિજને રશિયન શક્તિનું પ્રતીક માનવામાં આવતું હતું જેણે 2014 માં ક્રિમીઆ પર કબજો કર્યો હતો. આ પુલની કિંમત અબજોમાં હતી અને તેને પ્રદેશમાં રશિયન ‘ગૌરવ’ના મુખ્ય સ્ત્રોત તરીકે જોવામાં આવતું હતું.

રશિયા માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાને કારણે, તે યુક્રેન માટે મુખ્ય લક્ષ્ય હતું. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને પણ ખુલ્લેઆમ આ પુલને યુક્રેનિયન દળો માટે મહત્વપૂર્ણ ટાર્ગેટ ગણાવ્યો છે. રશિયાએ તેને કોઈપણ સંભવિત હુમલાથી બચાવવા માટે તાજેતરના મહિનાઓમાં હવાઈ સંરક્ષણ અને બોટ તૈનાત કરી છે.

બ્રિજ પર લાગેલી આગ અકસ્માત છે કે હુમલો, તે હાલ સ્પષ્ટ નથી. આ બ્લાસ્ટ અકસ્માત પણ હોઈ શકે છે પરંતુ યુક્રેન તેનાથી ખૂબ જ ખુશ હશે જ્યારે રશિયા માટે આ એક વિનાશક અને શરમજનક ઘટના છે. વીડિયોમાં બ્રિજ પર પાર્ક કરેલી માલગાડી સળગતી જોઈ શકાય છે. રશિયા માટે આ એક મોટો આંચકો છે, જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના 70મા જન્મદિવસના એક દિવસ બાદ આવ્યો છે. હાલમાં આમાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

Niraj Patel