આ બાજુ લાશોના ઢગલા, બીજી બાજુ લગ્નના ફેરા, માતા-દાદી સહિત 14 લોકોના મોત વચ્ચે દુલ્હનની વિદાય થઇ- જુઓ ફોટા
આશીર્વાદ ટાવરમાં મંગળવારના રોજ રાત્રે થયેલા અગ્નિકાંડમાં 14 લોકોના મોત થયા છે. જેમાં વધારે લોકો એક જ પરિવારના સભ્ય અને સંબંધીઓ હતા. જે પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો, તે ઘરમાં દીકરીના લગ્ન હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે ઘટનાસ્થળથી કેટલીક જ દૂરી પર સ્થિત સિદ્ધિ વિનાયક મેરેજ હોલમાં દીકરીના લગ્નની રસ્મો ચાલી રહી હતી. આ ભીષણ દુર્ઘટનામાં દુલ્હનના માતા, દાદા, દાદી, માસીની છોકરી સહિત કેટલાક લોકોના મોત થયા છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
આ અકસ્માતને કારણે એક પિતા માથુ નમાવી દીકરીના લગ્નમાં બેઠા હતા. દીકરીને પિતાએ આ વાતનો જરા પણ આભાસ ન થવા દીધો કે ઘરમાં આટલો મોટો અકસ્માત થયો છે. દુલ્હન સ્વાતિની વિદાય થયા સુધી સુબોધ શ્રીવાસ્તવ પરિવાર સાથે એસએનએમએમસીએચ પહોંચ્યા અને પોતાનાની ઓળખ કરી. પરિજન લાશની ઓળખ સાથે જ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા.
સ્વાતિના હાથ પીળા તો જરૂર થઇ ગયા પણ તેના લગ્નની રાત પરિવાર માટે કાળી રાત સાબિત થઇ કારણ કે સ્વાતીની મમ્મી, દાદી આ દુનિયામાં નહોતા રહ્યા. આગ લાગવાનું કારણ પૂજા માટે પ્રગટાવવામાં આવેલ દીવો કહેવામાં આવે છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, મોટી બહેન 2 મહિનાથી સ્વાતિના લગ્નની તૈયારી કરી રહી હતી.
આ અકસ્માતમાં સ્વાતિની બહેન અને તેના પુત્રનું પણ મોત થયું છે. જણાવી દઇએ કે, ઝારખંડના ઘનબાદ જિલ્લામાં શક્તિ મંદિર રોડ સ્થિત આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી અને આ દુર્ઘટનામાં 10 મહિલાઓ અને ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. આગ 6 વાગ્યા આસપાસ લાગી હતી.
ઝારખંડના મુખ્ય સચિવ અનુસાર, આશીર્વાદ ટાવરના ચોથા ફ્લોર પર સ્થિત ફ્લેટમાં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક જતાવ્યો છે અને મૃતકોના આશ્રિતોને 2-2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે, તેમજ ઘાયલોને 50 હજાર આપવાનું એલાન કર્યુ છે.