દુલ્હન સાથે તેના મિત્રોએ લગ્નમાં કરી દીધી એવી હરકત, વીડિયો જોઇ ચીસ પાડી ઉઠશો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જયાં કોઇ પણ વીડિયો વાયરલ થતા સહેજ પણ વાર નથી લાગતી. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે પરંતુ તેમાં સૌથી વધારે લગ્નના વીડિયો વાયરલ થાય છે. લગ્નના માહોલમાં લોકો વર-કન્યા સાથે ખૂબ જ મસ્તી કરે છે. વરરાજા અને મિત્રો દ્વારા ઘણી જ વાર એવી એવી મસ્તી કરવામાં આવતી હોય છે કે જે ભારે પણ પડી જતી હોય છે. પરંતુ ક્યારેક તેની સાથે કરવામાં આવેલ મજાક ખૂબ જ ખતરનાક બની શકે છે.

હાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા સાથે કેટલાક લોકો લગ્ન બાદ દુલ્હનને હવામાં ઉછાળવા લાગે છે અને ત્યારે જ બેલેન્સ બગડી જાય છે અને દુલ્હન પડવા લાગે છે. જો કે, પાછળથી વરરાજા તેને સંભાળી લે છે. જમીન પર પડતી વખતે દુલ્હનના હાવભાવ જણાવે છે કે તે ખૂબ જ ડરી ગઈ છે.

વાઈરલ થઈ રહેલો આ વિડિયો એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને એક યૂઝરે લખ્યું, ‘નસીબ હતુ કે તે બચી ગઈ.’ અન્ય યૂઝરે લખ્યું, ભગવાનનો આભાર કે તેને બચાવી લેવામાં આવી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તેની હેરસ્ટાઈલ ખૂબ જ સરસ છે.’

Shah Jina