ચાલુ ફેરામાં બાથરૂમ જવાના બહાને ગઈ દુલ્હન, રાહ જોઈને બેઠેલા દુલ્હા સામે હકીકત આવી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

લગ્ન એ બે વક્તિઓનું નહિ પરંતુ બે પરિવારનું મિલન છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખુબ જ ખુશ હોય છે, પરંતુ ઘણીવાર લગ્ન ઇચ્છુક મુરતિયાઓ લૂંટેરી દુલ્હનનો ભોગ બનવાના પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવો જ એક કિસ્સો મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશનના ભૂડબરાલ વિસ્તારનો છે. જ્યાં દુલ્હન, પરિવરજનો અને પંડિત બધા જ ફર્જી નીકળ્યા. લગ્નના ફેરા દરમિયાન દુલ્હને બાથરૂમ જવાનું બહાનું કાઢીને ગઈ અને ઘણીવાર સુધી તે પાછી ના આવી.

થોડીવાર પછી જોયું તો તેના લગ્ન કરાવવા વાળો પંડિત અને પરિવારજનો પણ ગાયબ હતા. આ ખબરે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. બધા જ સમજી ચુક્યા હતા કે આ લૂંટેરી ગેંગ છે જે ઘરેણાં અને પૈસા લૂંટી અને રફુચક્કર થઇ ગઈ.

મુઝફ્ફરનગરના રહેવા વાળા દેવેન્દ્રના લગ્ન પરતાપુર વિસ્તારમાં રહેવા વાળી એક યુવતી સાથે નક્કી થયા હતા. પરંતુ દુલ્હન પક્ષ દ્વારા લગ્ન પહેલા દુલ્હાના ઘરવાળા પાસે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ડીલ થયા બાદ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી.

વરરાજા દેવેન્દ્રએ જણાવ્યું કે બંને પક્ષોની મરજીથી લગ્ન રવિવારના રોજ પરતાપુરાના ભૂડબરાલ ગામના શિવ મંદિરમાં થઇ રહ્યા હતા. બધા જ સંબંધીઓ આવી ચુક્યા હતા. લગ્નના રિવાજો પણ શરૂ થઇ ગયા હતા. પંડિતે મંત્રો વાંચવાના પણ શરૂ કરી દીધા હતા અને ત્રણ ફેરા પણ થઇ ગયા હતા.

ચોથા ફેરા પહેલા યુવતીના પરિવારજનોએ નક્કી કરેલા પૈસા અને ઘરેણાં માંગી લીધા. અમે પણ તેમને એક લાખ રૂપિયા અને ઘરેણાં આપી દીધા. ત્યારબાદ દુલ્હન બાથરૂમ જવાનું કહીને ટૉયલટે તરફ ચાલી ગઈ. ઘણીવાર થવા છતાં પણ તે પાછી ના આવી. મારા માસી જયારે બાથરૂમ તરફ ગયા ત્યારે જોયું તો ત્યાં કોઈ નહોતું. બધાએ લોકોએ ત્યાં જઈને જોયું તો લગ્ન કરાવનાર પંડિત અને નકલી બે ત્રણ પરિવારજનો પણ ત્યાંથી ગાયબ થઇ ગયા હતા.

ઘણીવાર શોધ્યા બાદ જ્યારે કન્યા પાછી ના આવી ત્યારે દુલ્હા પક્ષ દ્વારા લૂંટેરી દુલ્હન વિરુદ્ધ પરતાપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી. હાલમાં પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે. તસવીરો અને બીજી સાબિતીઓ હોવા છતાં પણ દુલ્હન અને તેના પરિવારજનોની કોઈ ખબર નથી મળી રહી.

Niraj Patel