વાહ આ દીકરીને સલામ છે, તેના મૃત પિતાને યાદ કરવા લગ્નમાં પોતાના કપડાંની અંદર કરાવી એવી કારીગરી કે વીડિયો જોઈને તમે પણ કરશો સલામ !!

હાલમાં લગ્નની સીઝન થમી ગઈ છે પરંતુ સોશિયલ મીડિયામાં લગ્નના વીડિયો પોસ્ટ થવાનો માહોલ હજુ ઓછો નથી થયો. રોજ બરોજ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં લગ્નના અલગ રીતિ રિવાજો સાથે સાથે મજાક મસ્તીની પળો પણ જોવા મળતી હોય છે, તો ઘણીવાર કન્યાના આઉટફિટના વીડિયો પણ લોકોને ખુબ જ પસંદ આવે છે. ત્યારે હાલમાં એવી જ કન્યાના લહેંગાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

કોઈપણ છોકરીના જીવનમાં તેના લગ્નનો દિવસ ખુબ જ ખાસ હોય છે. તે દિવસે તે પોતાના માતા પિતા અને સંબંધીઓ સાથે રહેવા માંગે છે. પરંતુ એક કન્યાએ તેના લગ્ન દિવસે તેના સ્વર્ગીય પિતાને ખાસ રીતે યાદ કર્યા. આ છોકરીએ કેન્સરના કારણે ગયા વર્ષે તેના પિતાને ખોઈ દીધા હતા. તેને પોતાના પિતાના પત્રના શબ્દોને તેના ઘૂંઘટ ઉપર કોતરાવ્યા. દુલ્હનનો પોતાના મનની વાત જણાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

સુવન્યાએ તાજેતરમાં રાજસ્થાનના ખીમસર કિલ્લામાં અમન કાલરા સાથે લગ્ન કર્યા. આ ખાસ પ્રસંગે તેના પિતા તેની સાથે ન હતા. મે 2021માં તેમનું અવસાન થયું. જો કે, તેણે તેના પિતાને લગ્નનો ભાગ બનાવવાનો એક રસ્તો શોધી કાઢ્યો અને તે ખૂબ જ ખાસ હતો. કન્યાને તેના ઘૂંઘટ પર તેના પિતાના પત્રનું ભરતકામ કરાવ્યું.

સુવન્યાએ તેના લગ્નમાં લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. તેના લગ્નનો દેખાવ સાદો છતાં આકર્ષક હતો. જો કે, તેના પહેરવેશમાં ખૂબ જ ખાસ સંદેશ હતો. કન્યાએ તેના પિતાના પત્રના શબ્દો લખ્યા હતા, આ લહેંગા સુનૈના ખેરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જેણે ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનનો એક વીડિયો પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @sunainakhera

2020માં સુવન્યાના જન્મદિવસ પર તેના પિતાએ તેને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તે તેના માટે શું મહત્વ રાખે છે ? આ પત્ર હકીકતમાં તેના માટે ખુબ જ ખાસ હતો અને તેને આ પત્રને ફ્રેમ પણ કરાવ્યો. આ વીડિયોને જોઈને ઘણા લોકો ઈમોશનલ પણ થઇ રહ્યા છે, અને ઘણા લોકોનું કહેવું છે કે દીકરી હોય તો આવી.

 

View this post on Instagram

 

A post shared by Suvanya (@somewhatsuvv)

વીડિયોની અંદર જોવા મળી રહેલી કન્યાની સાદગીના પણ લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે, તેને પહેરેલા કપડાંમાં તેને ખાસ સંદેશ લખાવ્યો તેના કારણે પણ તેને ઇન્ટરનેટ ઉપર ચર્ચા વધારી હતી. સુવનયા તેના પિતાને ખુબ જ પ્રેમ કરતી હતી અને એટલે જ તેને પોતાના પિતા પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરવા સાડી ઉપર તેમનો પત્ર કોતરાવ્યો.

Niraj Patel