આંખોમાં આંસુ, હાથમાં દિવગંત માતાની તસવીર લઈને ઉભેલી આ દુલ્હનનો વીડિયો ઇન્ટરનેટ ઉપર લોકોને કરી રહ્યો છે ભાવુક

દરેક છોકરી માટે તેના જીવનમાં ઘટતી ઘટનાઓમાં લગ્ન ખુબ જ ખાસ ઘટના હોય છે. લગ્નના દિવસે તે પોતાનું ઘર છોડીને પોતાના પતિ અને એક નવા પરિવાર સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરતી હોય છે. વિદાય સમયે દરેક દીકરી રડતી હોય છે, પોતાની એ ઘર સાથે વિતાવેલી યાદોને યાદ કરતી હોય છે. સોશિયલ મીડિયામાં વિદાય સમયના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દુલ્હન આંખોમાં આંસુ અને હાથમાં તેની દિવંગત માતાની તસવીર લઈને ઉભેલી જોઈ શકાય છે. આ વીડિયો એક પાકિસ્તાનની દુલ્હનનો છે જે તેની દિવંગત માતાની તસવીર હાથમાં  લઈને લગ્નમાં એન્ટ્રી કરતી હોવા મળી રહી છે. દુલ્હનની આ એન્ટ્રીનો વીડિયો જોઈને કોઈની પણ આંખો છલકી ઉઠે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક દુલ્હન તેના પિતાનો હાથ પકડી અને પોતાના લગ્ન સ્થળમાં પ્રવેશ કરતી જોવા મળી રહી છે. પોતાની માતાને ખોઈ ચુકેલી દુલ્હને બીજા હાથમાં તેમની તસવીર પકડી છે. તે આંખોમાં આંસુઓ સાથે લગ્ન સ્થળ ઉપર પ્રવેશ કરે છે. તેના પિતાની આંખોમાં પણ ભાવના છલકતી જોવા મળી રહી છે.

આ વીડિયોને ઇસ્લામાબાદના એક ફોટોગ્રાફર દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકોએ નિહાળ્યો છે. વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે, “એ બધી જ દીકરીઓને નામ જેમની માતા આજે તેમની સાથે નથી. જેમ મારી… મિસ યુ સો મચ અમ્મી !” ઇન્ટરનેટ ઉપર આ વીડિયો લોકોને ખુબ જ ભાવુક પણ કરી રહ્યો છે.

Niraj Patel