લગ્નના ફેરા ફરતા ફરતા દુલ્હનને ખબર પડી કે ચૂંટણી જીતી ગઈ છે, લગ્ન અટકાવીને દુલ્હન ભાગી અને…

દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે. પરંતુ આ બધા વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ક્ષણવાર માટે તો હેરાન રહી જશો. લગ્ન મંડપમાં લગ્નના રિવાજો પુરા કરી રહેલી એક દુલ્હનને જયારે ખબર પડી કે તે પંચાયતી ચૂંટણીની અંદર બીડીસી સદસ્યની રીતે જીતી ગઈ છે તો તેની ખુશીનું ઠેકાણું ના રહ્યું. કન્યાએ લગ્નના રિવાજોને વચ્ચે જ અટકાવી દીધા અને સીધી જ પહોંચી ગઈ મતગણના સ્થળ ઉપર પોતાની જીતનું પ્રમાણપત્ર લેવા માટે.

આ મામલો છે રામપુરના મિલક તાલુકાના મોહમ્મદપુરા જદીદ ગામનો. જ્યાં જાન યુપીના બરેલીમાંથી આવી હતી. લગ્નનો માંડવો સજાવેલો હતો અને દુલ્હન પૂનમ પોતાના લગ્નના રિવાજો પૂર્ણ કરી રહી હતી.

ત્યારે તેને ખબર પડી કે તે પંચાયતી ચૂંટણીની અંદર બીડીસી સદસ્યની રીતે જીતી ગઈ છે તો તેની ખુશીનું ઠેકાણું ના રહ્યું. કન્યાએ લગ્નના રિવાજોને વચ્ચે જ અટકાવી દીધા અને સીધી જ પહોંચી ગઈ મતગણના સ્થળ ઉપર પોતાની જીતનું પ્રમાણપત્ર લેવા માટે.

મતગણના કેન્દ્ર ઉપર લાલ જોડામાં સોનાના આભૂષણોથી સજીને આવેલી દુલ્હનને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયું હતું. પરંતુ જયારે લોકોને ખબર પડી કે આ કન્યા બીડીસી સદસ્યની ચૂંટણીમાં ઉભી હતી અને તે જીતી ગઈ છે ત્યારે લોકો તેની કિસ્મતના વખાણ કરવા લાગ્યા.

પૂનમે પંચાયતી ચૂંટણીની અંદર 601 મત મેળવીને તેને તેના પ્રતિદ્વંધી શકુન્તલાને 31 વોટથી હરાવી. આ જીતની સાથે જ પૂનમની ખુશી બમણી થઇ ગઈ. જણાવામાં આવી રહ્યું છે કે કેટલાક રિવાજ ચાલી રહ્યા હતા અને કેટલાક પૂર્ણ થઇ ગયા હતા. એવામાં જયારે કન્યાને ખબર પડી કે તે જીતી ગઈ છે ત્યારે સીધી જ તે મતગણના કેન્દ્ર ઉપર પ્રમાણપત્ર લેવા માટે પહોંચી ગઈ.

તો આ બાબતે પૂનમનું કેહવું છે કે એક તરફ લગ્નની ખુશી અને બીજી તરફ બીડીસી મેમ્બરના રૂપમાં પસંદગી થવી. હું આ ક્ષણ ક્યારેય નહીં ભૂલી શકું. આનાથી મોટી શું વાત હોઈ શકે ? પૂનમે જણાવ્યું કે લગ્નના રિવાજો લગભગ પુરા થઇ ગયા હતા. હું મારી જીતનું પ્રમાણપત્ર લેવા આવી છું. ગામની અંદર લગ્ન ચાલી રહ્યા છે.

Niraj Patel