એક તરફ આખું પાકિસ્તાન ભૂખમરામાં જીવી રહ્યું છે, લોકોની પાસે ખાવાના પણ પૈસા નથી ત્યાં આ વ્યક્તિએ કન્યાને સોનાથી તોલી ? મચી ગયો હોબાળો, જુઓ વીડિયો

ત્રાજવામાં એક તરફ બેસાડી કન્યાને અને પછી બીજી તરફ મૂકી સોનાની વજનદાર ઈંટો ? લોકોએ કહ્યું “આટલા રૂપિયા લોકોને ખવડાવવામાં વાપર્યા હોત તો…” જુઓ

હાલ આપણા પાડોશી મુલ્ક પાકિસ્તાનની હાલત સૌથી વધારે ખરાબ છે. પાકિસ્તાનમાં હાલ મોંઘવારી અને ભૂખમરો જોવા મળી રહ્યો છે. સામાન્ય વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે અને લોકો પાસે ખાવાના પણ પૈસા નથી. ત્યારે આ દરમિયાન ઘણા બધા વીડિયો પાકિસ્તાનમાંથી રોજ વાયરલ થતા હોય છે.

પરંતુ હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોએ સૌના હોંશ ઉડાવી દીધા છે. કારણ કે પાકિસ્તાની મહિલાના લગ્નનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ શાહી લગ્નમાં, પાકિસ્તાની દુલ્હનને ત્રાજવા પર બેસાડવામાં આવે છે અને સોનાની ઈંટોથી તેનું વજન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વાયરલ વીડિયો જોવાની મજા લેવા લાગ્યા છે. લોકોએ કહ્યું કે ગરીબ પાકિસ્તાનમાં લોકો પાસે ખાવા માટે અનાજ નથી અને અહીં તેમને સોનાથી તોલવામાં આવે છે.

હકીકતમાં વાયરલ વીડિયો દુબઈમાં યોજાયેલા લગ્ન સમારોહનો છે, જેમાં પાકિસ્તાની દુલ્હનને તેના પરિવારના સભ્યો સોનાથી તોલી રહ્યા છે. વીડિયોમાં સોનાનો જંગી જથ્થો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સોનું અસલી ન હતું. તેના બદલે લગ્નની થીમ ફિલ્મ ‘જોધા અકબર’ પર આધારિત હતી. તેથી થીમના આધારે દુલ્હનના વજન માટે નકલી સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dulha.net (@dulhadotnet)

વાયરલ વીડિયોમાં સોનું નકલી હોવા છતાં સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરવાથી પીછે હઠ નથી કરી રહ્યા. એક યુઝરે લખ્યું કે, ‘આટલો ખર્ચ કરીને પાકિસ્તાનના ગરીબોને થોડું રાશન-પાણી વહેંચી દીધું હોત તો સારું હોત.’ બીજા યુઝરે લખ્યું, ‘મુસલમાનોમાં આવું નથી થતું, આ સુન્નત-એ-રસૂલ નથી. ‘

Niraj Patel