7 ફેરા લીધા બાદ પપ્પાને વળગીને રડવા લાગી દુલ્હન, વીડિયો જોઈને પથ્થર દિલનો વ્યક્તિ પણ રડી પડશે

સોશિયલ મડિયા ઉપર લગ્નને લઈએં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે.  અને તેમાં પણ ઘણા વીડિયો હસી મઝાજ વાળા હોય છે તો ઘણા વીડિયો ભાવુક કરી દેનારા પણ હોય છે. ખાસ કરીને લગ્નની અંદર વિદાયનો જે પ્રસંગ હોય છે તે ખુબ જ ભાવુક કરી દેનારો હોય છે, વિદાયના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક કન્યા લગ્નના 7 ફેરા લીધા બાદ કન્યા પોતાના પિતાને વળગીને રડી રહી છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્નના બધા જ રિવાજો પૂર્ણ કરી કન્યા સાસરે જવા લાગે છે ત્યારે જ તે તેના પિતાને વળગીને વર્દી પડે છે. તેને રડતી જોઈને આસપાસ ઉભેલા લોકો પણ રડવા લાગે છે.

સોશિયલ મીડિયાની અંદર આ વીડિયોને જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટની અંદર આ ઘટના જોઈને આંસુઓના ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Singh (@dvya.shukla.2000)


આ વીડિયો દ્વારા એ જોઈ શકાય છે કે એક પિતા ભલે ગમે તેટલા કઠોર કેમ ના હોય, પરંતુ પોતાની દીકરીની વિદાયના પ્રસંગમાં તેમની આંખોમાં પણ આંસુઓ આવી જાય છે. એટલે જ આપણે ત્યાં કન્યા વિદાય ઉપર ઘણા ગીતો અને કવિતાઓ પણ લખાઈ ચુકી છે.

Niraj Patel