આ કન્યાએ લગ્નનો લહેંગો પહેરવાની ના પાડી અને ફાટેલા જીન્સમાં જ મંડપમાં જવા કહ્યું, યુઝર્સ બોલ્યા “આ જ સંસ્કાર….”

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર ઢગલાબંધ લગ્નો યોજાય છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ મોટાભાગની પોસ્ટ લગ્નને લઈને જ જોવા મળે છે, લગ્નના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં લગ્નની અવનવી વિધિ તો ઘણા વીડિયોની અંદર દુલ્હનના નખરા પણ જોવા મળતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દુલ્હનના નખરા જોવા મળી રહ્યા છે, જેને જોઈને યુઝર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દુલ્હન લહેંગો પહેરવાના બદલે ફાટેલા જીન્સમાં જ મંડપમાં જવાની જીદ લઈને બેઠેલી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી પોતાના લગ્નમાં દુલ્હનના આઉટફિટમાં સજી ધજીને ઉભી છે. તેને આખો મેકઅપ પણ કર્યો છે અને જવેલરી પણ પહેરી છે. જો કે છોકરીએ બાકી ડ્રેસઅપ તો દુલ્હનની જેમ કર્યો છે પરંતુ લહેંગાની જગ્યાએ રિપ્ડ ડેનિમ જીન્સ પહેર્યું છે. રેડ ડ્રેસમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે અને તેનો મેકઅપ પણ ખુબ જ સરસ દેખાય છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કેમેરાની બીજી તરફ દુલ્હનના સંબંધીઓ પણ ઉભા છે. સંબંધીઓ દુલ્હનને ફેરા લેવા માટે જવાનું કહી રહ્યા છે. આ બધા વચ્ચે દુલ્હન નખરા કરવા લાગે છે અને કહે છે કે તે લહેંગો નથી પહેરવા માંગતી અને તે ડેનિમમાં જ ફેરા લેવા ઈચ્છે છે. આ વાત સાંભળીને સંબંધિઓ પણ હસવા લાગે છે, તેમાંથી એક સંબંધી તો તેને ડેનિમમાં જ ફેરા લેવા માટે લઇ જવા તૈયાર થઇ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગી ગયા, કોઈ કહી રહ્યું હતું કે “આજ આપણા સંસ્કાર છે ?” તો કોઈ દુલ્હનના નખરા ખુબ જ વધારે છે એમ પણ કહી રહ્યું હતું તો કોઈ તેને નૌટંકી પણ કહેતું જોવા મળ્યું હતું.

Niraj Patel