વિદાય સમયે જોવા લાયક હતો દુલ્હન ચહેરો, હસતા હસતા પરિવારના સભ્યોએ એવી રીતે આપી વિદાય કે વીડિયો થયો વાયરલ

જોઈ લો આધુનિક દુલ્હનને.. વિદાય સમયે બન્યું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ, જોઈને તમે પણ કહેશો કે “આવું કરાય ?

લગ્ન એક ખુશીનો પ્રસંગ છે, પરંતુ લગ્નમાં એક ક્ષણ એવી આવે છે જયારે ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીંજાતી હોય છે. આ ક્ષણ છે કન્યા વિદાયની. કન્યા વિદાયની અંદર પથ્થર જેવો દેખાતો પિતા પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડતો હોય છે. તો દીકરી પણ પોતાનું ઘર છોડીને જતા ખુબ રડે છે. પરંતુ આજે આધુનિક સમયમાં વિદાય સમયે ઘણી જ ઓછી છોકરીઓ હોય છે જે રડતી હોય છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કન્યા હસતા હસતા ઘરેથી વિદાય લઇ રહી છે. જ્યાં મોટાભાગના લગ્નની અંદર વિદાય સમયે દુલ્હન અને પરિવારની આંખોમાં આંસુઓ જોવા મળે છે ત્યારે આ વીડિયોની અંદર કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે.

આ મજેદાર વીડિયોની અંદર કન્યા હસતા હસતા ઘરેથી વિદાય થાય છે. એટલું જ નહીં તેના ઘરના બધા સદસ્યો પણ તેને હસતા હસતા વિદાય આપે છે. તે પોતાના મમ્મી પપ્પા, ભાઈ બહેનને પણ હસી હસીને ગળે લાગી રહી છે. આ જોઈને એક વ્યક્તિ તો એમ પણ કહે છે કે હવે તો વરરાજાની આંખોમાં આંસુઓ આવશે. આટલું સાંભળતા જ ત્યાં હાજર લોકો પણ હસવા લાગે છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે અને હજારો લોકો તેને નિહાળી રહ્યા છે. સાથે જ આ વીડિયો ઉપર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.

Niraj Patel