પોતાના લગ્નની અંદર આ કન્યાએ “ઓ મખના” ગીત પર કર્યો એવો ગજબનો ડાન્સ કે લોકો પણ ચિચિયારી પાડી પાડીને થાકી ગયા, જુઓ વીડિયો

આ કન્યાએ તો પોતાના ડાન્સથી મનડાં મોહી લીધા… એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે બધા જ જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે અને આ પ્રસંગે એક નહિ પરંતુ બે પરિવારો ખુશ ખુશાલ હોય છે. ત્યારે લગ્નની અંદર ડાન્સ કરવાનું પણ એક આગવું મહત્વ રહેલું છે. આજે તો વળી લગ્નના આગળના દિવસે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પણ મહેમાનો સમેત વર કન્યા પણ ધમાકેદાર ડાન્સ કરીને દિલ જીતી લેતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક કન્યાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુલ્હન ફ્લોર પર આગ લગાવી રહી છે. દુલ્હન પોતાના જબરદસ્ત ડાન્સથી ત્યાં હાજર સૌ લોકોના દિલ જીતી રહી છે. તે બોલિવૂડ ગીત ‘ઓ મખના’ અને અન્ય બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે.

મહેમાનો અને કુટુંબીજનો દુલ્હન માટે ઉત્સાહ અને બૂમો પાડતા જોવા મળે છે. પિંક કલરના બ્રાઈડલ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દુલ્હનના ડાન્સનો વીડિયો ગ્રેનિશે યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ કોમેન્ટ બોક્સમાં ડાન્સની સતત પ્રશંસા કરી રહ્યા છે.

યુટ્યુબ પર જ આ વીડિયોને અત્યાર સુધીમાં 21 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો આ કન્યાના ડાન્સની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. તો ઘણા લોકોને દુલ્હનનો અંદાજ પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્ટરનેટ પર આવા ડાન્સ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel