ખબર

લગ્ન બાદ ત્રીજા દિવસે દુલ્હન વિષે જે ખબર પડી તે જોઈને પરિવારમાં હડકંપ મચી ગયો

કોરોનાને સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો 1.25લાખે પહોંચી ગયો છે. હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને ચોંકી જશો.

Image Source

મધ્ય પ્રદેશના ભોપામાં 21 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી હતી. જે બાદ આખા પરિવારમાં હંગામો મચાવ્યો છે. રાયસેન જિલ્લાના સુલતાનપુરના એક યુવકના 18 મે એક યુવતીના લગ્ન થયા હતા. લગ્નના લગભગ 7 દિવસ પહેલા કન્યાને વધુ તાવ હતો, જ્યાં તેણે ડોક્ટરની સલાહ લીધા પછી દવા ખાધી હતી. તેને પણ આરામ પણ કર્યો હતો. સાવચેતી રૂપે યુવતીના સંબંધીઓએ તેના નમૂના લીધા હતા અને તેને તપાસ માટે મોકલ્યા હતા. જ્યાં બુધવારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પછી, યુવતીને ભોપાલ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Image Source

જણાવી દઈએ કે, આ લગ્નની બધી વિધિઓ મંદીદીપમાં થઈ હતી. સુલતાનપુરથી જાન આવી હતી. લગ્નમાં સરકારના નિયમ મુજબ 25 યુવતીના પરિવારજનો અને 25 યુવકોના પરિવારજનો હાજર રહ્યા હતા. પરંતુ રાજ્યના સ્વાસ્થ્યમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ લગ્નમાં નિયમથી વધુ લોકો હાજર રહ્યા હતા.

Image Source

લગભગ 32 લોકો હાજર રહ્યા હતા. દુલ્હનનો રિપોર્ટ આવ્યા બાદ દુલ્હાના પરિવાર સહીત 35 લોકોને ક્વોરેન્ટાઇન કરી દીધા છે. લગ્ન કરાવનાર પંડિતજી પણ હાલ ક્વોરેન્ટાઇનમાં છે. ઐબેદુલ્લા બીએમઓ ડો.અરવિંદસિંહ ચૌહાણે જણાવ્યું કે, પરિવારના લોકોના સેમ્પલ મોકલો દેવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.

Image Source

વધુમાં કહ્યું હતું કે હવે લગ્ન કાર્યક્રમમાં બસમાં આવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ફક્ત ખાનગી ગાડીઓ દ્વારા જ પહોંચી શકાય છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો પરમિશન કરતા વધારે લોકો લગ્નમાં સામેલ થાય,થયા હશે તો કેસ કરવામાં આવશે.

Image Source

જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 5500 કેસ નોંધાયા છે. જેમાં 2500થી વધુ લોકો રિકવર થઇ ચુક્યા છે. તો 270 લોકોના મોત થયા છે. ભોપાલની વાત કરવામાં આવે તો 1115 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં 40 લોકોના મોત થઇ ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.