આપણે ત્યાં લગ્નમાં ઘણા જ નાનામોટા વિધિઓ હોય છે. ઘણીબધી પરંપરાઓ હોય છે અને એ વિધિઓ પરપરંપરાઓના કારણે જ લગ્નોમાં રોનક છવાયેલી જોવા મળે છે. લગ્ન એક એવો પ્રસંગ છે જ્યાં આનંદ ઉલ્લાસની સાથે ઘણા યાદગાર સંભારણા પણ બનતા હોય છે.

લગ્નમાં કન્યાપક્ષની છોકરીઓ દ્વારા વરરાજાનની મોજડી સંતાડવાનો પણ એક રિવાજ છે અને આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે જેમાં કન્યાપક્ષની યુવતીઓ મોજડી સંતાડે અને વરરાજા તેમને બક્ષિસ આપી અને એ પાછી લઇ લે. હવે તો આ એક પરંપરા જેવું બની ગયું છે, ઘણી ફિલ્મોમાં પણ આપણને આ દૃશ્ય જોવા મળ્યું હશે.

પરંતુ હાલમાં જ એક લગ્નપ્રસંગમાં બનેલા એક કિસ્સાએ કંઈક જુદું જ સ્વરૂપ ધારણ કર્યું હતું. વરરાજાની મોજડીઓ ચોરી થતા જ તે ગુસ્સો થઇ ગયો, જેની જાણ કન્યાને થતા તેને વરરાજા સહીત તમામ જાનૈયાઓને પાઠ ભણાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના એક ગામમાં લગ્ન પ્રસંગ હતો. જાન પણ વાજતે ગાજતે આવી પહોંચી, લગ્નના વિધિ પણ શરૂ થયા, જયારે મોજડી સંતાડવાનો સમય આવ્યો ત્યારે કન્યાપક્ષની યુવતીઓએ વરરાજાની મોજડી સંતાડી દીધી. પરંતુ વરરાજાને આ વાત જાણે પસંદ ના આવી હોય તેમ મોજડી સંતાડવા ઉપર તે ગુસ્સો થઇ ગયો અને જે યુવતીઓએ મોજડી સંતાડી હતી તે યુવતીને ગાળો બોલી અપમાન કરવા લાગ્યો. લગ્નમાં રહેલ કેટલાક લોકોએ તેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ જોશે ભરાયેલા એ વરરાજાએ એક વ્યક્તિને લાફો પણ ઝીંકી દીધો હતો.

આ ઘટનાની જાણ જયારે કન્યાને થઇ ત્યારે તેને એ લગ્ન જ અટકાવી દીધા અને જાનને પાછી મોકલી આપી પરંતુ વરરાજા, તેના પિતા અને બે સંબંધીઓને છોકરીવાળાએ ઘેરી લીધા તેમને લગ્ન છોડીને જવા ના દીધા કારણે કે કન્યાપક્ષ તરફથી છોકરાપક્ષને દહેજમાં 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

પોલીસને સૂચના આપવામાં આવતા ત્યાં આવી પહોંચી હતી અને છોકરાપક્ષ દ્વારા 10 લાખ રૂપિયા પાછા આપવાનું કબુલતા મામલો ઠંડો પડ્યો હતો. મામલો શાંત પડતા કોઇપક્ષ દ્વારા કેસ કરવામાં આવ્યો નહોતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.