લગ્નના જોડામાં કન્યા બેઠી બુલેટ ઉપર, પાછળ બેસાડ્યો વરરાજાને, પછી રોલા પાડતા શાનદાર અંદાજમાં નીકળી ગઈ, જુઓ વીડિયો

દરેક લગ્ન પોતાના લગ્નને  લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે, અને આજે મોટાભાગના લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ખાસ આયોજનો પણ કરતા હોય છે. ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરો પણ લગ્નોને બીજા કલગ્ન કરતા અલગ અને રસપ્રદ બનાવવા માટે મહત્તમ પ્રયાસો કરે છે. લગ્ન સમારોહમાં ફિલ્માવવામાં આવેલ એક એક ક્ષણ જીવનભર માટે યાદગાર બની જાય છે. લગ્નનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક દુલ્હન લગ્ન બાદ વરરાજા સાથે બાઇક ચલાવી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં રોયલ ઈનફિલ્ડ ઉપર કન્યા આગળ અને વરરાજા તેની પાછળ બેઠેલા બતાવે છે. વેડિંગ કપલમાં બંને એકબીજા સાથે બુલેટ પર બેઠેલા ખૂબ જ ક્યૂટ લાગે છે. થોડા સમય બાદ બુલેટ ચલાવીને દુલ્હન ત્યાંથી નીકળી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની અંદર ખાસ દુલ્હનનો અંદાજ પણ જોવા જેવો દેખાઈ રહ્યો છે, બુલેટ ચલાવતી દુલ્હનને જોઈને ઘણા યુઝર્સ પણ હેરાન રહી ગયા છે. વીડિયોમાં કન્યા સડસડાટ બુલેટ ઉપર તેના વરરાજાને બેસાડીને નીકળી જાય છે. વરરાજા પણ કન્યાના ખભે હાથ મૂકી અને થોડે આગળ જઈને બધાને બાયનો ઈશારો કરીને નીકળે છે.

આ વીડિયો વેડિંગ ફોટોગ્રાફર સુજીત એમ સિનિકે પોતાના ફોટોગ્રાફીના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો હતો. વીડિયોને અત્યાર સુધીમાં 1.2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોને એક લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સે વીડિયો પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે, “હેલ્મેટ પહેર્યું નથી, ચલણ થવાનો ડર છે.”

Niraj Patel