લગ્નના દિવસે એક વ્યક્તિએ કન્યાને પૂછી એવી વાત કે કન્યાએ ઈશારોમાં આપ્યો એવો જવાબ કે વીડિયો જોઈને લોકો પણ તેમનું દિલ હારી બેઠા

લગ્નની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન દેશભરમાં ઠેર ઠેર ઢગલાબંધ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. લગ્નની અંદરથી કેટલાક સુંદર વીડિયો પણ સામે આવતા હોય છે અને તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. ઘણા વીડિયો જોઈને લોકોને ખુબ જ આનંદ પણ આવે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેટલાક વીડિયોની અંદર જીજા સાળીની મસ્તી જોવા મળે છે તો ક્યાંય વરરાજાના મિત્રો અને ભાભીની. તો ઘણીવાર વર-કન્યાના પણ એવા મસ્તી મજાક અને ઈશારાઓ વાયરલ થઇ જતા હોય છે જે જોનારને પણ ખુબ જ પસંદ આવે છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે. જેમાં દુલ્હન તેના લગ્નના દિવસે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે દુલ્હન લાલ કલરના લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે પોતાના લગ્નને લઈને પણ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ તેને પૂછે છે કે તે તેના લગ્ન વિશે કેવું અનુભવી રહી છે ? જેના બાદ કન્યાએ ઈશારાથી આખી વાત સમજાવી તે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

વીડિયોમાં જ તમે સાંભળી શકો છો કે એક વ્યક્તિ કન્યાને પૂછે છે કે “હા જી ભાઈ શું ચાલી રહ્યું છે, કેવું લાગી રહ્યું છે ?” જેના પર દુલ્હન ખુબ જ ઉત્સાહિત થઇ જાય છે અને ઈશારામાં જ કંઈક કહે છે. તે વ્યક્તિ આગળ પૂછે છે કે “કેવી ફીલિંગ છે ?” જેના પર દુલ્હન ઈશારામાં કહે છે “ધક-ધક” ફીલ થઇ રહ્યું છે.” વીડિયોમાં “દુલ્હન ધક ધક કરને લગા” સોન્ગ પણ ઇશારાથી જ સમજાવી રહી છે. તેનો આ વીડિયો વાયરલ થતા લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel