જાન આંગણે આવેલી જોઈને એટલી ખુશ થઇ ગઈ દુલ્હન, કે કરવા લાગી એવો ખતરનાક ડાન્સ, વીડિયો થઇ ગયો વાયરલ

વરરાજાના આવવાની ખુશીમાં નાચવા લાગી દુલ્હન, વીડિયો જોઈને તમે પણ તેના ડાન્સના દીવાના બની જશો

દરેક છોકરીનું સપનું હોય છે કે તેનો રાજકૌમાર ઘોડા ઉપર બેસી અને તેને લેવા માટે આવે અને તેને પોતાની સાથે લઇ જાય અને કદાચ એટલે જ આપણે ત્યાં લગ્નની અંદર વરરાજા ઘોડા ઉપર જ બેસીને આવતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા જ લગ્નના ધામઘૂમના ઘણા વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આંગણે આવેલી જાન જોઈને દુલ્હન ખુશ ખુશાલ થઇ જાય છે અને શાનદાર રીતે નાચવા પણ લાગી જાય છે. દરેક છોકરીને જાન આવવા ઉપર ખુબ જ ઉત્સાહ હોય છે ત્યારે આ કન્યાને પણ તેના દ્વાર ઉપર આવેલી જાન જોઈને રોમાંચ આવી જાય છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે જાન આવવાની સાથે જ કન્યા નાચવા લાગે છે અને તે એવો ડાન્સ કરે છે કે સોશિયલ મીડિયામાં પણ તેના આ ડાન્સને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને એટલે જ આ વીડિયો લાખો વાર જોવામાં આવી ગયો છે.

લગ્ન સ્થળની બહાર પોતાના સંબંધીઓ અને બહેનપણીઓ સાથે વરરાજાની રાહ જોઈને બેઠેલી દુલ્હન વરરાજાના આવતા જ તેને બોલાવવા લાગે છે અને તેની સાથે જોરદાર ડાન્સ કરે છે. તે શાનદાર ડાન્સ મૂવ્સ પણ આપે છે. અને એટલે  જે તેના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

Niraj Patel