કન્યાને પહેલા સ્ટેજ ઉપર હાથ પકડીને બોલાવી.. પછી અચાનક જ વરરાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, ભાવુક દ્રશ્યો થયા વીડિયોમાં કેદ

આપણે ત્યાં કહેવાય છે કે લગ્ન એ એક જન્મનું નહિ પરંતુ સાત જન્મનું બંધન છે, અને એટલે જ ઘણા લોકો છેલ્લા શ્વાસ સુધી પોતાના લગ્ન જીવનને નિભાવતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક લગ્નનો એવો જ શાનદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

કોઈપણ વ્યક્તિ હોય જે કોઈને પ્રેમ કરતું હોય અને તેની સાથે જ તેના લગ્ન પરિવારની સહમતીથી કરવામાં આવે તો તે વાતની ખુશી તે વ્યક્તિ સિવાય કોઈ સમજી શકતું નથી. આ વાયરલ વીડિયોમાં પણ એવું જ કૈક જોવા મળે છે અને તેના કારણે જ સ્ટેજ ઉપર આવેલી કન્યાને જોઈને વરરાજાની આંખો પણ આંસુઓથી ભરાઈ આવે છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજા સ્ટેજ ઉપર સજીને ઉભો છે અને ત્યારે જ વરમાળાના રિવાજ માટે કન્યા એન્ટ્રી કરે છે. કન્યાને જોઈને વરરાજા અચાનક ઈમોશનલ પણ બની જાય છે, તો વરરાજાને ઈમોશનલ થતો જોઈને લગ્નમાં હાજર મહેમાનો પણ ભાવુક બનતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Richa Namish Gambhir (@richaverma._)


સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયોની અંદર વરરાજા કન્યાનો હાથ પકડી અને સ્ટેજ ઉપર લાવતા પણ જોવા મળી રહ્યા છે. સાથે જ આ વર કન્યાના પ્રેમની પણ પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. વાયલ વીડિયોને ઘણા લોકોએ લાઈક કર્યો છે અને કોમેન્ટમાં તેમના પ્રતિભાવ પણ તેમને આપ્યા છે.

Niraj Patel